ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

બનાસકાંઠા પર બિપરજોયની ભયાનક અસર: પાલનપુર સહિતના તાલુકાઓમાં ભારે તારાજી; આબુ તરફનો હાઇવે બ્લોક

  • વાહન ચાલકોને હાલાકી
  • જિલ્લામાં આખી રાત જોરદાર પવન ફૂંકાયો
  • નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા

પંકજ સોનેજી, પાલનપુર: હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં ગુરુવારે રાત્રી થી ભારેથી અતિભારે વરસાદ શરૂ થઈ ગયો છે. પાલનપુરમાં પાછલી રાતથી અત્યાર સુધીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેથી પાલનપુર અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે નુકશાન થયાના સમાચાર સામે આવી રહ્યાં છે. તે ઉપરાંત ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ ખાબકતા પાલનપુર નજીક થઇને વહેતી ઉમરદખી નદીમાં પણ નવા નીર આવ્યા છે.

શુક્રવારે જિલ્લાના પશ્ચિમ વિસ્તાર વાવ, થરાદ, દિયોદર, ભાભર, સુઈગામ તેમજ રાજસ્થાન ને અડીને આવેલા ધાનેરામાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા ના દ્રશ્યો સામે આવ્યા હતા.  પાલનપુર થી આબુરોડના માર્ગ ઉપર ચાલી રહેલા બ્રિજ ના કામની બંને તરફનો સર્વિસ રોડ પાણી થી જળબંબાકાર થઈ જવા પામ્યો હતો. જ્યાં ઢીંચણ સમા પાણી ભરાઈ જતા અનેક વાહન ચાલકો અટવાઈ ગયા હતા, અને વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. અહીંયા નાળાનું કામ ચાલી રહ્યું હતું. જ્યારે રોડની બંને તરફ પાણી ભરાઈ જતા અને જોખમી ઉંડા ખાડા પડેલા હોવાથી વાહનચાલકોને વાહન ચલાવવું પણ અસલામત ભર્યું બની રહ્યું છે. તેથી આબુરોડ જતો હાઇવે પણ બ્લોક થઇ ગયો છે.

પાલનપુર સહિત બનાસકાંઠાના ઉપરોક્ત તમામ વિસ્તારોમાં સમગ્ર રાત્રિ દરમિયાન ભારે તેમજ તેજ પવન ફુંકાતો રહ્યો હતો. જેને લઈને અનેક ઠેકાણે અસંખ્ય ઝાડ પડી જવાની તેમજ પતરા ઉડી ઘટનાઓ બની છે. ક્યાંક કોલ્ડ સ્ટોરેજ અને પેટ્રોલ પંપના છાપરા પણ ઉડ્યા છે તો ક્યાંક પતરા  તો કાગળની જેમ ઉડ્યા છે.  પાલનપુરથી થોડા જ અંતરે આવેલા ડીસામાં પણ રાતભર ભારે પવન સાથે સતત વરસાદ ચાલુ છે. જેથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરી ગયા હતા.

જૂનાગઢ : પોલીસ સાથે ઘર્ષણની ઘટનામાં એકનું મોત, પોલીસે 174 લોકોને રાઉન્ડઅપ કર્યા

બિપરજોય વાવાઝોડાની અસર બનાસકાંઠમાં ખુબ જ ભયંકર અસર કરી રહી હોવાનું સામે આવી રહ્યું છે. બનાસકાંઠાના પાલનપુર સહિતના વિસ્તારોમાં ગઈકાલ રાતથી ભારે વરસાદ પડી રહ્યો હોવાના કારણે લોકો પોતાના ઘરોમાંથી પણ બહાર નિકળી શકી રહ્યાં નથી. જણાવી દઇએ કે, વરસાદ સાથે ખુબ જ ભયાનક પવન પણ ફુંકાઇ રહ્યો છે, તેથી અનેક લોકો ઘર વિહોણા બન્યા છે તો અસંખ્યા વીજ પોલ અને વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. તેથી લોકો લાઇટ વગર પણ હાલાકી ભોગવી રહ્યાં છે.

તેજ પવનના કારણે વીજળી પણ ગુલ થઈ જવા પામી હતી. જે વીજ કંપની દ્વારા સમારકામ કરીને સવારે 10:00 વાગે વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો હતો. પરંતુ કેટલાક વિસ્તારોમાં હજુ પણ વીજળી ગૂલ છે. જ્યારે પાલનપુર નગરપાલિકા વિસ્તાર માં પાલિકાએ બનાવેલા કંટ્રોલરૂમમાં કોઈ નાગરિક વરસાદને લગતી કે જોખમી વૃક્ષને લગતી ઘટનાઓ અંગે જાણ કરે છે, તો એવું કહેવામાં આવે છે કે સ્ટાફ મોકલી કરાવીએ છીએ. પરંતુ સ્ટાફ પહોંચતો નથી. અને સિફ્ટ બદલાતા જ કોઈ કર્મચારી કામગીરી ની જવાબદારી લેવા તૈયાર થતું નથી અને ઘટનાઓ સર્જાય છે. જેને લઈને પાલિકા તંત્ર સામે નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

જ્યારે પાલિકા તંત્ર તેની કામગીરીને લઈને ગંભીર નથી તેવી છાપ ઉપસી થઈ રહી છે. જિલ્લાના થરાદ, વાવ, સુઈગામ વિસ્તારમાં ભારે વરસાદના પગલે અનેક સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. સુઈગામમાં પણ એક પેટ્રોલ પંપ ની છતના પતરા ઉડી ગયા હતા અને છત તૂટી પડી હતું. જેને લઇને પેટ્રોલ પંપ ના માલિકને પણ ભારે નુકસાન થવા પામ્યું છે.

આ પણ વાંચો- ગૃહમંત્રી અમિત શાહ આજે CM સાથે કચ્છમાં અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે

 

Back to top button