ટોપ ન્યૂઝવર્લ્ડ

ચીનમાં ટેકઓફ સમયે રનવે પર ભયાનક અકસ્માત, એક જ ક્ષણમાં આગની જ્વાળામાં લપેટાયું વિમાન

Text To Speech

ચીનના ચૂંગચીંગમાં ગુરુવારે મોટી દુર્ઘટના ઘટી છે. અહીં એરપોર્ટ પર તિબેટ એરલાઈનનું વિમાન ટેકઓફ સમયે રનવે પરથી સ્લીપ થઈ ગયું હતું. આ કારણે વિમાનમાં આગ લાગી ગઈ હતી. મળતી માહિતી મુજબ ઘટના સમયે વિમાનમાં 113 યાત્રી અને 9 ક્રૂ મેમ્બર હતા.

આગ ટેકઓફ સમયે લાગી.જો કે સારી વાત એ છે કે વિમાનમાં સવાર તમામ 113 યાત્રિકો અને ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. સ્થાનિક મીડિયા મુજબ કેટલાંક યાત્રિકોને સામાન્ય ઈજા થઈ છે.

આ વિમાન ચૂંગતીંગથી ન્યિંગચી જઈ રહ્યું હતું. ત્યારે ટેકઓફ સમયે વિમાન સ્લીપ થઈ ગયું. જે બાદ વિમાનમાં આગ લાગી ગઈ. જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

તિબેટ એરલાઈન્સ લ્હાસામાં આવેલી સ્થાનિક એરલાઈન્સનું આ પ્લેન હતું. Airfleets.netની માહિતી મુજબ આ કંપની પાસે 28 A319s સહિત કુલ 39 વિમાન છે

ચીનમાં 2 મહિના પહેલા થયો હતો ગમખ્વાર અકસ્માત
આ પહેલા ચીનમાં લગભગ 2 મહિના પહેલા ગમખ્વાર અકસ્માત થયો હતો. અહીં ચીનના ઈસ્ટર્ન એરલાઈન્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટના ગુઆંગ્શી ઝુઆંગમાં થઈ હતી. આ દુર્ઘટનામાં 132 લોકોના મોત નિપજ્યા હતા. વિમાનમાં 123 યાત્રિકો અને 9 ક્રૂ મેમ્બર્સ સવાર હતા.

Back to top button