ટોપ ન્યૂઝનેશનલ

મહારાષ્ટ્રમાં ભયાનક બસ અકસ્માતમાં 26 લોકો બળીને ભળથું, PM મોદીએ વ્યક્ત કર્યું દુ: ખ

મહારાષ્ટ્રના બુલઢાણામાં એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. બુલઢાણા પોલીસના જણાવ્યા અનુસાર, બુલઢાણામાં સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસ વે પર બસમાં આગ લાગવાથી 26 લોકોના મોત થયા છે. મૃતકોમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે.

મહારાષ્ટ્રના બુલઢાણામાં ભયાનક બસ અકસ્માત

મહારાષ્ટ્રમાં બુલઢાણા બસ અકસ્માતથી એક દર્દનાક બસ અકસ્માતની ઘટના સામે આવી છે . શુક્રવારે મોડી રાત્રે સમૃદ્ધિ એક્સપ્રેસ વે બસ અકસ્માતમાં અહીં એક ચાલતી બસમાં આગ ફાટી નીકળી હતી . બસમાં આગ લાગવાથી 2ૃ6 મુસાફરોના મોત થયા છે. બસમાં કુલ 33 મુસાફરો હતા, જેમાંથી 8 મુસાફરોને આગ લાગતાં સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે પેસેન્જર બસ નાગપુરથી પુણે જઈ રહી હતી અને તે દરમિયાન અડધી રાત્રે બસમાં આગ લાગી હતી.

33 મુસાફરોને લઈને જતી બસમાં અચાનક આગ ફાટી નીકળી

આ ઘટના મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના સિંદખેડારાજા નજીક પિંપલખુટા ગામ પાસે મધ્યરાત્રિએ નાગપુરથી પુણે જઈ રહેલી વિદર્ભ ટ્રાવેલ્સની બસમાં બની હતી. 33 મુસાફરોને લઈને જતી આ બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ દરમિયાન ઘણા મુસાફરો પણ સૂઈ ગયા હતા. આવી સ્થિતિમાં તેઓ કંઈ સમજે તે પહેલા જ આગએ તેમને લપેટમાં લીધા હતા અને આગને કારણે 26 મુસાફરોના મોત નિપજ્યા હતા, 8 લોકોએ મુશ્કેલીથી બહાર આવીને પોતાનો જીવ બચાવ્યો હતો.

26 લોકોનાં મોત, 8 ઘાયલ

બુલઢાણાના ડેપ્યુટી એસપી બાબુરાવ મહામુનીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, બુલઢાણામાં સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસ વે પર 33 મુસાફરોને લઈ જતી બસમાં આગ લાગતાં ઓછામાં ઓછા 26 લોકોનાં મોત થયાં હતાં અને અનેક લોકો ઘાયલ થયાં હતાં.

કેવી રીતે થયો ભયાનક અકસ્માત?

બસમાં આગ લાગવાને કારણે થયેલા આ ભયાનક અકસ્માત અંગે બુલઢાણાના એસપી સુનીલ કડાસેને નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે બસમાં કુલ 33 લોકો હતા, જેમાંથી 25 લોકોના મોત થયા અને 8 લોકો ઘાયલ થયા. બસનો ડ્રાઈવર બચી ગયો અને કહ્યું કે ટાયર ફાટ્યા બાદ બસ પલટી ગઈ, જેના કારણે બસમાં આગ લાગી.

ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા

ઇજાગ્રસ્તોને બુલઢાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના શનિવારે રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાંથી આઠ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જેઓ સુરક્ષિત રીતે બહા નિકળ્યા છે તેમાં ડ્રાઈવરનો પણ સમાવેશ થાય છે.

ટાયર ફાટ્યા બાદ બસ પલટી ગઈ

બુલઢાના એસપી સુનિલ કડાસેને જણાવ્યું કે, “બસમાં કુલ 33 લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી 26 લોકોના મોત થયા અને 8 લોકો ઘાયલ થયા. બસનો ડ્રાઈવર પણ બચી ગયો હતો અને તેણે જણાવ્યું હતું કે ટાયર ફાટ્યા બાદ બસ પલટી ગઈ હતી, જેના કારણે બસમાં આગ લાગી હતી.

મૃતકોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ

બુલઢાના એસપી સુનીલ કડાસેને જણાવ્યું હતું કે, “બસ નાગપુરથી પુણે જઈ રહી હતી ત્યારે લગભગ 1:30 વાગે અકસ્માત થયો હતો. ડ્રાઇવરે જણાવ્યું કે ટાયર ફાટવાને કારણે આ અકસ્માત થયો હતો, જેના કારણે બસમાં આગ લાગી હતી. બાદમાં કારની ડીઝલ ટાંકીમાં આગ લાગી હતી. મૃતકોમાં ત્રણ બાળકો અને બાકીના પુખ્ત વયના છે. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ અને સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર, બસ પહેલા નાગપુર-ઔરંગાબાદ રોડની જમણી બાજુના લોખંડના પોલ સાથે અથડાઈ અને પછી ડિવાઈડર સાથે અથડાઈ.

આ પણ વાંચો : બારે મેઘ ખાંગાં, ક્યાંક પાણી ભરાયા તો ક્યાંક પુર જેવી સ્થિતી, 48 કલાક ભારે

Back to top button