ગુજરાત

વડોદરાના કરજણ હાઈવે પર ભયાનક અકસ્માત, બેના મોત

Text To Speech
  • બે ટ્રક અથડાતાં ટ્રકચાલક સહિત બેના મોત.

રાજ્યમાં અકસ્માતના કેસો દિવસેને દિવસે વધતાં જઈ રહ્યા છે. એવામાં ફરી વડોદરા જિલ્લાના કરજણ હાઈવે પર આજે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બેના મોત નીપજ્યાં હતાં.

કરજણ હાઈવે ઉપર શિવવાડી પાસે ઉભેલી ટ્રકને પુર પાટ જડપે આવતી ટ્રકે ટ્રકર મારતાં અકસ્માત સર્જાયો હતો. ટ્રક ધડાકા સાથે અથડાતાં આજુ બાજુના સ્થાનિકો ધટના સ્થળ પર દોડી આવ્યા હતા. ટ્રક ધડાકા સાથે ભટકાતાજ ટ્રકના કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ટ્રકની કેબિનમાં ફસાયેલા ટ્રકચાલક અને ક્લિનરને ગંભીર હાલતમાં બહાર કાઢ્યા હતા.

બે ટ્રક વચ્ચે અકસ્માત-HDNEWS
.

અકસ્માતમાં ઘાયલને હોસ્પિટલ ખસેડાયા:

અકસ્માતનો બનાવ બનતાની સાથે જ સ્થાનિકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. એવામાં ટ્રકની કેબિનમાં રહેલા ટ્રકચાલક તેમજ ક્લિનરને ગંભીર હાલત પહોંચતાં હોસ્પિટલ ખસેડ્યા હતા. પરંતુ હોસ્પિટલ તબીબે બન્નેને મૃત જાહેર કર્યા હતા.

પોલીસ ઘટના સ્થળે:

અકસ્માતની ઘટના બનતાંની સાથે જ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ત્યાર બાદ પોલીસ આવતાં ટ્રાફિક દુર કરાયો તેમજ અકસ્માતનો ભોગ બનનાર ટ્રકચાલક તેમજ ક્લિનરની ઓળખ કરવાની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: બ્રેકિંગ ન્યૂઝ: લઠ્ઠાકાંડ બાદ હવે કેમિકલકાંડ! દારૂ સમજીને કેમિકલ ગટગટાવતા બેના મોત

Back to top button