ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્રના નાગપુરમાં ટ્રક અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, 6 લોકોના મૃત્યુ

  • નાગપુરના કાટોલના સોનખંભ ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે જોરદાર અથડામણ
  • જોરદાર અક્સ્માતને કારણે સ્કોર્પિયોમાં બેઠેલા છ લોકોના મૃત્યુ તો એક ઘાયલ

મુંબઈ, 16 ડિસેમ્બર : મહારાષ્ટ્રના નાગપુરમાં મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, નાગપુરના કાટોલના સોનખંભ ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. આ અકસ્માતમાં જોરદાર અથડામણને કારણે સ્કોર્પિયોમાં બેઠેલા છ લોકોના મૃત્યુ થયા છે અને એક ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. મૃત્યુ પામેલા તમામ લોકો એક જ ગામના રહેવાસી હતા. જ્યારે ઘાયલ વ્યક્તિને નાગપુરની મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો છે. આ દુર્ઘટના રાત્રિના સમયે લગભગ 1.30 વાગ્યાની આસપાસ બની હોવાની માહિતી મળી રહી છે.

 

બંને વાહનોની સામ-સામે થઈ અથડામણ

આ અકસ્માત નાગપુરના કાટોલના સોનખંભ ગામ પાસે શાલીમાર ફેક્ટરીની સામે થયો હતો, જ્યાં એક ક્વોલિસ કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. કાટોલ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર સુશાંત મેશ્રામે જણાવ્યું કે, આ દુર્ઘટના રાત્રિના સમયે લગભગ 1.30 વાગ્યે બની હતી. બંને વાહનોની સ્પીડ વધુ હતી જેથી સામ-સામે અથડાવાને કારણે કારમાં સવાર 6 લોકોના મૃત્યુ થયા હતા.

નાગપુર-મુંબઈ સમૃદ્ધિ એક્સપ્રેસ-વે પર એક વર્ષમાં 142 લોકોના મૃત્યુ

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના જાહેર બાંધકામ મંત્રી દાદા ભુસેએ શુક્રવારે રાજ્ય વિધાન પરિષદમાં એક્સપ્રેસ-વે પર અકસ્માતોની સંખ્યામાં થયેલા વધારાની દરખાસ્તનો જવાબ આપતાં જણાવ્યું હતું કે, “એક વર્ષ પહેલા નાગપુર-મુંબઈ સમૃદ્ધિ એક્સપ્રેસ-વેના પ્રથમ તબક્કાના ઉદ્ઘાટનથી અત્યાર સુધીમાં તે માર્ગ પર થયેલા અકસ્માતમાં ઓછામાં ઓછા 142 લોકોના મૃત્યુ થયા છે. નાગપુર અને શિરડીને જોડતા રોડનો પ્રથમ 520 કિમી લાંબો તબક્કો ડિસેમ્બર 2022માં ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ એક્સપ્રેસ-વેના ઉદ્ઘાટન બાદ ઓછામાં ઓછા 73 મોટા અકસ્માતો થયા છે અને 142 લોકોના મૃત્યુ થયા છે. બંને બાજુએ 70 ટકા અવરોધ નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે અને પેટ્રોલ પંપ, ભોજનાલય તેમજ શૌચાલય સહિતની સુવિધાઓ સાથેના 16 ‘સ્ટેશન પોઈન્ટ’ આગામી ચાર મહિનામાં બનાવવામાં આવશે.”

આ પણ જુઓ લાઇવ પરફોર્મન્સ દરમિયાન હાર્ટ એટેકથી સિંગરનું મૃત્યુ થયું

Back to top button