વડોદરામાં આઈસર અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, ત્રણના ઘટનાસ્થળે જ મોત


વડોદરામાં નેશનલ હાઇવે નંબર 48 પર માંગલેજ પાસે આઇસર અને કાર વચ્ચે ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં3 લોકોના મોત થયા છે.
વડોદરામાં ગમખ્વાર અકસ્માત
વડોદરામાં નેશનલ હાઇવે પર માંગલેજ પાસે આજ રોજ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.મળતી જાણકારી મુજબ કાર લઈ ત્રણ યુવાનો નવાપુરાથી રાજસ્થાન જઈ રહ્યા હતા ત્યારે પાછળથી ફૂલ સ્પીડે આવતા આઈસરે કારને પાછળથી ટક્કર મારી હતી.
માંગલેજ ચોકડી પાસે સર્જાયો અકસ્માત
જાણકારી મુજબ વડોદરા-ભરૂચ હાઇવે ઉપર માંગલેજ ચોકડી પાસે વેગનાર કાર લઈ 4 યુવાનો નવાપુરાથી રાજસ્થાન જવા નીકળ્યા હતા. આ દરમિયાન રાત્રીના સમયે ચા નાસ્તા માટે માંગલેજ ચોકડીએ ગાડી યુ-ટર્ન મારી હતી. ત્યારે પાછળથી ફૂલ સ્પીડે આવતી આઈસરે કારને જોરદાર ટક્કર મારી હતી.જેના કારણે કારનો કડૂસલો વળી ગયો હતો.
પોલીસે હાથ ધરી કાર્યવાહી
આ ઘટનામાં કારમા સવાર ત્રણમાંથી 2લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે આઇસર ચાલકનું પણ ઘટના સ્થળે મોત થયું હતું.જ્યારે ગંભીર રીતે ઘાયલ એક વ્યક્તિને વડોદરા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. કારમાં મૃત્યુ પામનારનું નામ ઉકમ ભારતી, સુરેશ ભારતી હોવાની વિગતો સામે આવી છે. આ ઘટનાને પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : ચોમાસાનું ગુજરાત તરફ પ્રયાણ, જાણો રાજ્યમાં ક્યારે પહોંચશે ચોમાસું?