અકસ્માતની ગોઝારી ઘટના: કચ્છના સામખિયાળી-માળિયા નેશનલ હાઇવે પર 7 વાહનો વચ્ચે અકસ્માત


કચ્છ, 5 માર્ચ, ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે તાજેતરમાં ગંભીર અકસ્માતો સર્જાયો છે. જેમાં કચ્છના સામખિયાળી-માળિયા હાઇવે પાસે અકસ્માતની ઘટના ઘટી હતી. આ અકસ્માતમાં એક સાથે 7 વાહનો ટકરાયા હતા. આ અકસ્માત સર્જાતા 1 વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ ઉપરાંત અકસ્માતમાં અન્ય લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
કચ્છના સામખિયાળી માળીયા નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. નેશનલ હાઇવે પર ટ્રક, ટેમ્પો અને બસ સહિતના સાત વાહનો વચ્ચે પરસ્પર ટક્કર થતાં સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. વાહનોની લાંબી લાંબી લાઇનો લાગી હતી. પોલીસ અને સ્થાનિક લોકોએ ટ્રાફિકજામે દૂર કરી ફરીથી રસ્તો ખુલ્લો કરવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.
અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો..ગોધરા કાંડના 14 સાક્ષીઓની સુરક્ષા હટાવાઈ, સિક્યોરિટીમાં તૈનાત હતા CISFના 150 જવાનો