ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભયાનક માર્ગ અકસ્માત, બાઇક સવારને બચાવવા જતાં બસ પલટી, 12 લોકોનાં મૃત્યુ

Text To Speech

મહારાષ્ટ્ર, 29 નવેમ્બર : મહારાષ્ટ્રના ગોંદિયામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 12 નવ લોકોના મૃત્યુ થયા છે જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC)ની શિવશાહી બસ બાઇકચાલકને બચાવવાના પ્રયાસમાં પલટી ગઈ હતી. આ અકસ્માત શુક્રવારે બપોરે 12 થી 12:30ની વચ્ચે થયો હતો. બસ નાગપુરથી ગોંદિયા જઈ રહી હતી. રિપોર્ટ્સ અનુસાર બસ રસ્તાના વળાંક પર પહોંચી કે અચાનક એક બાઇક આવી. બાઇક ચાલકને બચાવવાના પ્રયાસમાં ડ્રાઇવરે તરત જ બસને ફેરવી દીધી, જેના કારણે સ્પીડમાં આવતી બસ પલટી ગઈ. અકસ્માત સમયે બસમાં 35થી વધુ મુસાફરો સવાર હતા.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે કેટલાક મુસાફરોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત થતાં જ બસ ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. રાહદારીઓએ અધિકારીઓને ચેતવણી આપી, ત્યારબાદ એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી. ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ક્રેનની મદદથી પલટી ગયેલી બસને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા આ મામલે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : બાબા વાંગાની ડરામણી ભવિષ્યવાણી:  આ દેશમાં શરૂ થશે મુસ્લિમ શાસન, પૃથ્વીના અંતને લઈ કહી આ મોટી વાત

ગોલ્ડ ફંડ કે ગોલ્ડ ETF, કોણ આપશે વધુ નફો? જો તિજોરી ભરવાની ઉતાવળ છે તો અહીં રોકાણ કરો

ક્રેડિટ કાર્ડ વિના એરપોર્ટ પર માણો loungeનો આનંદ, આ ડેબિટ કાર્ડ કરશે મદદ 

‘વડાપાવ’ કે ‘ચાની કીટલી’, કયા ધંધામાં છે વધુ કમાણી? 

 બાળકનો જન્મ થતાં જ કરો આ કામ,  18 વર્ષનો થાય ત્યાં સુધીમાં કરોડપતિ બની જશે

ઉછીના પૈસા લઈ શેર બજારમાં કર્યું રોકાણ, આ 3 શેર ખરીદ્યા અને કિસ્મત ખુલી ગઈ…આજે છે કરોડપતિ

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

Back to top button