ગુજરાતધર્મ

રાશિફળ: તા. 15 મેનો દિવસ આપના માટે કેવો રહેશે? વાંચો શું કહે છે જ્યોતિષી નિકી પ્રવીણ વાંકાવાળા

Text To Speech

આજનું પંચાગ

તારીખ :- 15 મે, 2022, વાર :- રવિવાર

તિથિ :- વૈશાખ સુદ ચૌદસ

રાશી :- તુલા

નક્ષત્ર :- 15:33 સુધી સ્વાતિ, ત્યાર પછી વિશાખા

યોગ :- સવારે 9:47 સુધી વ્યતિપાત, ત્યાર પછી વરિયાન

કરણ :- વણીજ

આજનું રાશિ ભવિષ્ય

મેષ :- વિપરિત પરિસ્થિતિનો સામનો કરવો પડે, પણ તમારી સાવચેતી સારું પરિણામ લાવે. લોકો તમારી જોડે મિત્રતાભર્યું વલણ રાખે. મળનારી તકનો લાભ ઉઠાવી લેવાથી ભવિષ્યમાં સારા પરિણામ મળે.

વૃષભ :- આજે કોઈના પણ જોડે બોલાચાલી ન થાય એનું ધ્યાન રાખવું. નાની સરખી વાતમાં ગુસ્સો આવી શકે છે. આર્થિક બાબતો માટે આજનો દિવસ લાભકારી રહે. આરોગ્યનું ધ્યાન રાખવું.

મિથુન :- બગડેલા સંબંધોમાં સુધારો થાય. મન પ્રસન્નતાથી ભરેલું રહે. કામકાજ કરવામાં આળસ જણાય. લાપરવાહી રાખવી નહિ. તમારા આર્થિક વ્યવહારનું ધ્યાન રાખવું. આજે તમે બેદરકારી રાખી શકો છો.

કર્ક :- આજે કોઈ પણ કાર્ય પેહલેથી ચકાસણી કરીને કરવું. સંતાન અને માતા-પિતાના સંબંધો ચિંતા ઊભી કરાવે. આજે ઘરની બહાર નીકળવાની ઈચ્છા ન થાય. તમને સોંપવામાં આવેલું કાર્ય સમયસર પુરું કરવું.

સિંહ :- તમારી બૌદ્ધિક ક્ષમતાના ઉપયોગથી કાર્ય સરળતાથી પાર પડે. ટેકનોલોજીનો સ્માર્ટ ઉપયોગ કાર્ય સરળ બનાવે. તમે તમારા મિત્રો માટે મદદરૂપ બનો. દસ્તાવજીકરણના કાર્યો સારી રીતે પાર પાડી શકશો.

કન્યા :- વ્યાપાર ધંધામાં વૃદ્ધિ થાય. નોકરિયતોને થોડી હળવાશ રહે. ઉછીના આપેલા રૂપિયા પાછા આવી શકે. યોજનાબદ્ધ રીતે કાર્ય કરવાથી સફળતા મળે. કુટુંબીજનોનો પૂર્ણ સહયોગ રહે.

તુલા :- જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાય. તમારી હકારત્મકતા વાતાવરણને મધુર બનાવે. તમે તમારી મનગમતી વસ્તુ પાછળ ખર્ચ કરશો. તમારા લીધેલા નિર્ણયો પર વિશ્ર્વાસ રાખો. મોડી મોડી પણ સફળતા મળશે.

વૃશ્ચિક :- આજનો દિવસ સામાન્ય પસાર થાય. તમારા હકના રૂપિયા મેળવવામાં વિલંબ થાય. આજે નાની યાત્રા થઇ શકે છે. તમારા જ્ઞાનનો ઉત્તમ લાભ તમારી સાથે જોડાયેલ વ્યક્તિ મેળવી શકે.

ધનુ :- તમારી વ્યવહાર કુશળતાનો ઉપયોગ કરી સારા પ્રમાણમાં લાભ મેળવી શકો. વિદ્યાર્થી વર્ગનું આજે ભણવામાં મન ઓછું લાગે. દામ્પત્ય જીવનમાં મધુરતા રહે. તમારા મિત્રો સાથે આનંદ અને ઉલ્લાસમાં દિવસ પસાર થઈ શકે છે.

મકર :- તમે તમારા જ્ઞાન અને જાણકારીનો શ્રેષ્ઠ કરશો. તમારા મનમાં વ્યાપારને વિકસાવવાની ખુબ સારી યોજનાઓ આવે. પ્રતિષ્ઠામાં વધારો થાય. તમારી મેહનતનું સકારાત્મક પરિણામ મળે.

કુંભ :- અટકેલા કાર્ય કોઈ દૈવીય સહાયથી પૂર્ણ થાય. તમારા કરેલા કાર્યોની સરાહના થાય. તીર્થ યાત્રા ના યોગ બની રહ્યા છે. કોઈ ધાર્મિક પ્રસંગ કરવાની અદમ્ય ઈચ્છા થાય. ઇશ્વર પ્રત્યેની આસ્થામાં વધારો થાય.

મીન :- પૂરો દિવસ વ્યસ્તતામાં જાય. પાઈની કમાણી નહી, અને ઘડીની ફુરસદ નથી, એવી હાલત રહે. નાણાકીય લેવડ દેવડને લઈને વાદવિવાદ થાય. કોઈ પણ કાર્યમાં લાપરવાહી રાખવી નહી. ઉતાવળમાં નિર્ણય લેવા નહી.

Back to top button