ધર્મ

રાશિફળ: તા. 13 મેનો દિવસ આપના માટે કેવો રહેશે? વાંચો શું કહે છે જ્યોતિષી નિકી પ્રવીણ વાંકાવાળા

Text To Speech

આજનું પંચાગ

તારીખ :- 13 મે, 2022, વાર :- શુક્રવાર

તિથિ :- વૈશાખ સુદ બારસ

રાશી :- કન્યા

નક્ષત્ર :- હસ્ત

યોગ :- વજ્ર

કરણ :- સવારે 6:14 સુધી બવ, પછી બાલવ

આજનું રાશિ ભવિષ્ય

મેષ :- મોસાળ પક્ષના લોકો જોડે મુલાકાત થઈ શકે,તમારી મદદ કરવાની વૃત્તિમાં વધારો થાય. નાણાકીય લાભ થઈ શકે, આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.,ખોટા વાદવિવાદમાં પડવું નહી

વૃષભ :- ધન પ્રાપ્તિમાં અવરોધ આવતો જણાય, આજે મનમાં કોઈક રચનાત્મક કાર્ય કરવાની ઈચ્છા થાય, પ્રિય પાત્ર જોડે મુલાકાત થઈ શકે.,આરોગ્યમાં સુધારો થતો જણાય, કોઈને પણ વિચારીને ઉછીના રૂપિયા આપવા

મિથુન :- મનમાં અશાંતિ રહે, ઘરમાં થોડો ઉચાટ રહે, ઊર્જાનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવામાં આવે તો સારું પરિણામ મળે, કોઈ પણ કાર્ય સમજી વિચારીને કરવું, નવી વસ્તુની ખરીદી કરવી નહી

કર્ક :- ભાઈબહેન સાથે સારો સમય પસાર થઈ શકે, નાની યાત્રાથી લાભ થાય. કોઈ પણ પ્રકારની લે વેચ કરવા માટે આજનો દિવસ સારો છે, આજે તમારા આપેલા મતની, વિચારોની નોંધ લેવાય

સિંહ :- આજે કરવામાં આવેલું રોકાણ લાભ અપાવે, કુટુંબમાં સુખ શાંતિ જણાય, કુટુંબીજનો સાથે મનગમતા ભોજનનો આનંદ ઉઠાવી શકાય, જીવનસાથીના આરોગ્યની ચિંતા રહે

કન્યા :- જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાય, હકારત્મકતામાં વધારો થાય, તમને તમારા ધ્યેય સુધી પહોંચવા માટે રસ્તો મળે,તમારા ગુરુની આપેલી સલાહ અને આદેશને ધ્યાનમાં રાખીને કોઈ કાર્ય કરવું

તુલા :- એકાગ્રતા ઓછી થતી જણાય, કોઈ પણ જગ્યાએ મન ના લાગે, બિનજરૂરી ખર્ચ થઇ જાય. કોઈ લાંબી યાત્રા માટેની યોજના બનાવી શકો, જીવનસાથીનું માન જળવાય એનું ધ્યાન રાખવું.

વૃશ્ચિક :- કોઈ સારા સમાચાર મળે. મનમાં હળવાશની લાગણી રહે, કોઈ અદ્ર્શ્ય સહાય મળી રહે, આત્મવશ્વાસમાં વધારો થાય, નાની ખુશી પણ આનંદ આપી જાય

ધનુ :- વ્યવસાયિક સંબંધમાં વધારો થાય, ઓફિસના સહકર્મી તમને સાથ સહકાર આપે, તમારા કરેલા કાર્ય તમને સફળતા અપાવે, કામનું દબાણ વધી શકે, દિવસના અંતે થાકનો અનુભવ થાય

મકર :- તમારી આધ્યાત્મિકતામાં વધારો થાય, આજે સારું દાન ધર્મ કરો, ધાર્મિક યાત્રા થાય, તમારા સંતાન તમને તમારી પ્રગતિ માટે મદદરૂપ થાય, ઘરમાં સારા પ્રસંગ ના સમાચાર આવે

કુંભ :- મન અશાંત રહે, લેવડ દેવડમાં ધ્યાન રાખવું, અણધાર્યું નુકશાન થઈ શકે છે, પિતાના ચરણ સ્પર્શ કરીને દિવસની શરુઆત કરવાથી રાહત રહે

મીન :- એકંદરે લાભકારી દિવસ, સામાજિક મુલાકાત વધે. વ્યાપાર ધંધામાં વૃદ્ધિ થાય, લગ્ન લાયક યુવક યુવતીની લગ્નની વાત આગળ વધે, તમે તમારી વાતોથી સારી છાપ છોડી શકો, મનની પ્રસન્નતામાં વધારો થાય

વ્યવસાય ક્ષેત્રે સારી તક મળે, ભાગીદારીમાં કાર્ય કરવાથી ફાયદો થાય, તમારી સફળતાની, તમારી સલાહની લોકો નોંધ લે, જીવનસાથી જોડે આનંદપૂર્વક સાંજ પસાર કરો

Back to top button