

નવી દિલ્હી, 21 ડિસેમ્બર : વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે કહ્યું હતું કે ભારત સાથે કેનેડાનો મુખ્ય મુદ્દો ત્યાં કાર્યરત ભારત વિરોધી દળોને અપાયેલી પ્રતિરક્ષા છે. એક ઈન્ટરવ્યુમાં જસ્ટિન ટ્રુડોના નિવેદન બાદ ભારતે કહ્યું છે કે ભારતને પણ આશા છે કે કેનેડા ભારત વિરોધી તત્વો સામે કાર્યવાહી કરશે.
અરિંદમ બાગચીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ભારત પણ અપેક્ષા રાખે છે કે કેનેડા અલગતાવાદીઓ અને ભારત વિરોધી તત્વો સામે કાર્યવાહી કરે. અરિંદમ બાગચીનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે તેણે બુધવારે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારથી અમેરિકાએ ભારત સરકારના એક કર્મચારી પર અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે અને ચેતવણી આપી છે, ત્યારથી ભારતના વલણમાં પરિવર્તન આવ્યું છે.
નિખિલ ગુપ્તાના કેસ પર વિદેશ મંત્રાલયે આ વાત કહી
નિખિલ ગુપ્તાના મામલામાં વિદેશ મંત્રાલયે મોટી માહિતી આપી છે. પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે ભારતને ઓછામાં ઓછા ત્રણ વખત નિખિલ ગુપ્તા સુધી કોન્સ્યુલર એક્સેસ મળી હતી. ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાની 30 જૂને ચેક રિપબ્લિકમાં ધરપકડ કરવામાં આવી હતી.
શું આરોપ છે નિખિલ ગુપ્તા ઉપર ?
નિખિલ ગુપ્તા પર આરોપ છે કે તે ભારત સરકારના એક કથિત અધિકારીના સંપર્કમાં હતો અને નિખિલ ગુપ્તા અને અન્ય લોકો ન્યૂયોર્ક, યુએસએમાં ભારતીય મૂળના અલગતાવાદી નેતાની હત્યા કરવાનું કાવતરું ઘડી રહ્યા હતા. યુએસ મીડિયાનો દાવો છે કે તે અલગતાવાદી નેતા ગુરુપતવંત સિંહ પન્નુ છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, નિખિલ ગુપ્તાએ પન્નુની હત્યા કરવા માટે એક હત્યારાનો પણ સંપર્ક કર્યો હતો.