અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

‘ઓનરીંગ ધ ઓનેસ્ટ’ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરદાતાઓનું સન્માન થયું

અમદાવાદ, 24 જુલાઈ 2024, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, પાછલા દશકમાં દેશમાં રિફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મના અભિગમને પરિણામે પ્રોસેસ સેન્‍ટ્રીક ટેક્સ સિસ્ટમ હવે પીપલ સેન્ટ્રીક બની છે. અમદાવાદમાં ૧૬૫મા આયકર દિવસ-ઇન્કમટેક્સ ડે ની ઉજવણીના ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આયોજિત સમારોહમાં અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા. તેમણે ‘ઓનરીંગ ધ ઓનેસ્ટ’ અન્વયે કરદાતાઓનું ગૌરવ-સન્માન પણ આ અવસરે કર્યું હતું. વડાપ્રધાનની ત્રીજી ટર્મમાં ભારતને વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનાવવાના સંકલ્પમાં ભવિષ્યલક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી અને જનકલ્યાણ યોજનાઓ તથા લોકોએ ભરેલા ટેક્સનો વિકાસ કામોમાં સદઉપયોગ મહત્વપૂર્ણ બની રહેવાનો છે.

ફેસલેસ એસેસમેન્ટ અને ફેસલેસ અપીલથી ટ્રાન્સપરન્સી આવી
ઇન્કમટેક્સ વિભાગની કાર્યપ્રણાલી અને ગતિવિધિમાં ટેક્નોલોજીના ઉપયોગથી પારદર્શિતા અને સરળતા લાવવાનું ભગીરથ કામ વડાપ્રધાને પાર પાડ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેક્સ પેયર્સ માટે વડાપ્રધાનશ્રીએ જે સરળતા ઇન્કમટેક્સ વિભાગ મારફતે પાછલા દશકોમાં કરી આપી છે તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ફેસલેસ એસેસમેન્ટ અને ફેસલેસ અપીલથી ટ્રાન્સપરન્સી આવી છે. તેમણે જણાવ્યું કે, ટેક્સ પેયર્સ પ્રત્યેના વલણમાં આમૂલ બદલાવ આવ્યો છે. એટલું જ નહીં, આ વર્ષના કેન્દ્રીય બજેટમાં પણ કરવેરા સરળ બનાવવા સાથે ટેક્સ પેયર્સની સેવાઓમાં સુધારો કરવાના પ્રયાસોની વાત કરવામાં આવી છે.

ગુજરાતનો વિકાસ દર દેશના ૩૨.૧૩ ટકા કરતાં વધુ
આવનારા સમયમાં ઇન્કમટેક્સ એક્ટ-૧૯૬૧ની સમીક્ષા કરીને તેને સંક્ષિપ્ત અને સ્પષ્ટ બનાવવાનો વ્યૂહ પણ આ બજેટમાં છે તેમ શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.ગુજરાત દેશના વિકાસનું રોલ મોડલ અને ગ્રોથ એન્જિન છે સાથો સાથ કરવેરા ભરવામાં પણ અગ્રેસર છે તેની વિસ્તૃત છણાવટ મુખ્યમંત્રીએ કરી હતી. તેમણે કહ્યું કે, ૨૦૨૩-૨૪ના વર્ષમાં ૬૪ હજાર કરોડ રૂપિયાનું ટેક્સ કલેક્શન ગુજરાતમાંથી થયું છે. ન્યુ રિટર્ન્સ ફાઇલિંગમાં ગુજરાતનો વિકાસ દર દેશના ૩૨.૧૩ ટકા કરતાં વધુ એટલે કે, ૩૩.૪૯ ટકા છે.

૪૬ ટકા જેટલી રકમ આયકર વિભાગમાંથી પ્રાપ્ત થશે
આ પ્રસંગે રાજ્યના પ્રધાન મુખ્ય આવકવેરા કમિશનર યશવંત ચૌહાણે સ્વાગત સંબોધનમાં સૌને આવકારતા કહ્યું હતું કે, ૧૮૬૦માં નાણામંત્રી જેમ્સ વિલ્સને સૌપ્રથમ વખત બજેટમાં ટેકસના ચલણનો સમાવેશ કર્યો હતો. ત્યારબાદ સમયાંતરે વર્ષ ૧૮૬૫, ૧૯૨૨ અને ૧૯૬૧માં નવો એક્ટ લાગુ કરાયો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે, આજે દેશ અનેક ક્ષેત્રે આગળ વધી રહ્યો છે. ૨૦૨૪-૨૫ના વર્ષના રજૂ કરાયેલા બજેટ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, બજેટમાં જે આવક દર્શાવવામાં આવી છે તેમાંની ૪૬ ટકા જેટલી રકમ આયકર વિભાગમાંથી પ્રાપ્ત થશે.દેશના વિકાસ માટે આ વિભાગ અત્યંત મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચોઃ2020થી આજ સુધી વિદેશમાં ફસાયેલા 4.92 લાખ ગુજરાતીઓને વતન પરત લવાયા

Back to top button