સફાઈકર્મીઓ અને અધિકારીઓની બલવંતસિંહ રાજપૂતના હસ્તે સન્માન
- “સ્વચ્છતા આપણો સ્વભાવ, સ્વચ્છતા આપણા સંસ્કાર”
અમદાવાદ, 2 ઑક્ટોબર, 2024: સ્વચ્છતા માટેના સૌથી મહત્વપૂર્ણ જન આંદોલોમાંથી એક – સ્વચ્છ ભારત મિશન – ના શુભારંભના 10 વર્ષ પૂર્ણ થવાના અને 2 ઓક્ટોબરે 155મી ગાંધી જયંતીના અવસરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અધ્યક્ષસ્થાને નવી દિલ્હી ખાતે “સ્વચ્છ ભારત દિવસ 2024” કાર્યક્રમ યોજાયો.
એ અંતર્ગત અમદાવાદ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજીત સ્વચ્છ ભારત દિવસ કાર્યક્રમ માન. કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબના અધ્યક્ષસ્થાને અને શ્રી હર્ષભાઈ સંઘવીજીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો. તેમજ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સફાઈ કર્મીઓ & અધિકારીશ્રીઓને સન્માન કર્યા અને સ્વચ્છતા થીમ પર શ્રેષ્ઠ ચિત્રો બનાવનાર અને નિબંધ લખનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર આપ્યા.
અહિંસાના પૂજારી ,સત્ય અને સ્વચ્છતા ના આગ્રહી મહાત્મા ગાંધીએ ભારતના આઝાદી સંગ્રામમાં સમગ્ર વિશ્વને નવો રાહ ચિંધ્યો -ગરીબ કલ્યાણ, આત્મનિર્ભરતા અને પર્યાવરણીય સુરક્ષા સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મહાત્મા ગાંધીના અંત્યોદયના વિચારોને સાકાર કર્યાં.
શ્રીમતી પ્રતિભાબેન જૈન – મેયરશ્રી
શ્રી હસમુખભાઈ પટેલ – સંસદ
શ્રી દિનેશભાઈ મકવાણા -સંસદ
શ્રી નરહરિ અમીન, સંસદ (રાજ્યસભા)
સર્વે ધારાસભ્યશ્રી – શ્રી બાબુભાઈ પટેલ, શ્રી કૌશિકભાઈ જૈન, શ્રી દિનેશસિંહ કુશવાહ શ્રીમતી દર્શનાબેન વાધેલા, શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, ડૉ. હસમુખભાઈ પટેલ, શ્રી જતીન પટેલ – ડેપ્યુટી મેયર, શ્રી દેવાંગ દાણી – ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી, શ્રી ગૌરાંગ પ્રજાપતિ – નેતા મ્યુનિ. શાસક પક્ષ, શ્રીમતી શીતલ આનંદકુમાર ડાગા – દંડક મ્યુનિ. શાસક પક્ષ, શ્રી એમ. થેન્નારસન, મ્યુનિસિપલ કમિશનરશ્રી, શ્રી પ્રવિણા ડી. કે. કલેકટર, કોર્પોરેટરશ્રીઓ, સફાઈ કર્મીઓ, વિદ્યાર્થીઓ, અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ મંત્રીઓ બલવંતસિંહ રાજપૂત અને હર્ષ સંઘવીએ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો