કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

દિવની હોટેલમાં ચાલતા હનીટ્રેપના ધંધાનો પર્દાફાશ, સંચાલક સહિત બેની ધરપકડ

Text To Speech
  • હોટલ કેશવમાં સંજય રાઠોડ અને અલ્તમસ મન્સુરી એક યુવતીની મદદથી અંગતપળોનો વીડિયો ઉતારી પૈસા ખંખેરતા

દિવ, 6 જાન્યુઆરી : પર્યટનસ્થળ દીવને વધુ એક દાગ લાગ્યો છે. અગાઉ અહીં ભાજપ અગ્રણીની હોટલમાં ચાલતી મુજરા પાર્ટી ઝડપાયા બાદ હવે હોટલ કેશવમાં ખુદ સંચાલક દ્વારા જ ચાલતા હનીટ્રેપનાં ષડયંત્રનો પર્દાફાશ થયો છે. યુવતીની મદદથી નબીરાઓને શરીર સુખ માણવા બોલાવીને હોટલનાં રૂમમાં છૂપા કેમેરાથી અંગત પળોનો વીડિયો ઉતારી લઈ બ્લેક મેઈલ કરી રૂપિયા પડાવતા હતા.

મળતી માહિતી મુજબ દીવમાં હોટેલ કેશવ બુચરવાડાની ચેક પોસ્ટ પાસે આવેલી છે. આ હોટેલ કેશવ તેના માલિકે ભાડે ચલાવવા માટે આપી છે. હોટેલ ભાડે ચલાવનારા સંજય રાઠોડ (રહે. બુચરવાડા, દીવ) અને અલ્તમસ મન્સુરી (રહે. ઉના) એક યુવતીની મદદથી સેકસયુઅલ એકટીવીટી કરાવી આ અંગત પળો કેમેરામાં કેદ કરી મોટી રકમનો તોડ કરતા હતા.

આ ગેરકાયદે પ્રવૃતિ છેલ્લાં પાંચ માસથી ચાલતી હતી. આ પ્રવૃતિની દીવ પોલીસને બાતમી મળતા હોટલ સંચાલક સંજય રાઠોડ અને અલ્તમસ મનસુરીની ધરપકડ કરી હતી અને કેશવ હોટેલમાં ચેકીંગ કરતા રૂમ નંબર 203માં ગોઠવેલા કેમેરા અને મોબાઈલ વીડિયો રેકોર્ડીંગ મળ્યા હતા, જે કબજે કરીને વિવિધ ધારાઓ મુજબ વણાંકબારા કોસ્ટલ પોલીસમાં એફ.આઈ.આર.નોંધી વધુ તપાસ પી. આઈ. ગાવિતને સોંપવામાં આવી હતી.

દીવ પોલીસે આ બંને આરોપીની રીમાન્ડ માંગી પુરાવા એકત્ર કર્યા બાદ ફરી કોર્ટમાં રજૂ કરતા 14 દિવસની જયુડિશિયલ કસ્ટડી આપતા બંને આરોપીઓને અમરેલી જેલ હવાલે કરેલા છે. આ પ્રકરણમાં અન્ય સંડોવાયેલા લોકોની તપાસ ચાલુ છે. દીવના ઈતિહાસમાં પ્રથમવાર હનીટ્રેપ જેવું પ્રકરણ બનતા છબી ખરડાઈ છે. આ પહેલા પણ દીવની તુલીપ હોટેલમાં મુજરા થતા હોવાથી તાળાં લાગેલા છે.

આ પણ વાંચો :- હવે દિલ્હીના ઈન્ડિયા ગેટનું નામ બદલવા માંગ, PM મોદીને લખાયો પત્ર

Back to top button