ટ્રાવેલફૂડબિઝનેસમનોરંજનવિશેષ

હનીમૂન પ્લેસ મનાલીમાં ખુલ્યું એક એવું રેસ્ટોરન્ટ જેમાં તમે કરાવી શકો છો તમારા પાર્ટનરને એડવેન્ચરનો અનુભવ… તો કઈ છે એ જગ્યા ? અને શું છે તેની પ્રાઈઝ ? જોઈએ

Text To Speech
મનાલી, આમ તો આ સીટી સહેલાણીઓનું ફરવા માટેનું સૌથી બેસ્ટ પ્લેસ છે. અહીંયા લોકો મોટે ભાગે ફેમીલી સાથે ગરમીની સિઝનમાં ઠંડકનો અહેસાસ કરવા માટે આવે છે. પરંતુ તેના કરતાં પણ વધુ આ જગ્યા નવા પરણેલા દંપતી હનીમૂન માટે સૌથી વધુ પસંદ કરે છે અને એટલે જ આ સ્થળ હનીમૂન પ્લેસ તરીકે સૌથી વધુ ખ્યાતી પામ્યું છે. ત્યારે આજ સીટીમાં હવે તમે તમારા પાર્ટનરને અપાવી શકો છો એવો રોમાંચ કે તે જમવાની સાથે એડવેન્ચરનો પણ આનંદ લઈ શકે છે. જી હા, અહીં વાત કરવામાં આવી રહી છે મનાલીમાં હાલમાં જ શરૂ થયેલા ફ્લાય ડાઈનીંગ રેસ્ટોરન્ટની.
તમને થશે કે આ ફ્લાય ડાઈનીંગ રેસ્ટોરન્ટ વળી શું છે ? તો અમે તમને જણાવી દઈએ કે આ એક એવું રેસ્ટોરન્ટ છે કે જે જમીનથી 170 ફૂટ ઉપર તમને જમવાનો આનંદ આપશે. એટલે કે તમે આ રેસ્ટોરન્ટમાં બેસી કોઈ હાઈ રાઈડ્સ માફક 170 ફૂટ ઉંચાઈ પર જશો અને ત્યાં તમને તમારૂં મેનુ પીરશી તમને જમવાનો આનંદ અપાવવામાં આવશે. એટલે કે આ રેસ્ટોરન્ટ કોઈ એડવેન્ચરથી ઓછું નહિ હોય જેમાં તમે તમારા પાર્ટનરને એક નવો જ અનુભવ કરાવી શકો છો.
આ ફ્લાય રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન તાજેતરમાં જ હિમાચલ પ્રદેશના શિક્ષણ મંત્રી ગોવિંદ ઠાકુરે કર્યું હતું. આ તકે તેઓએ કહ્યું હતું કે આ રેસ્ટોરન્ટના સ્થાપનાથી મનાલી પ્રવાસન સ્થળને એક નવું જ નજરાણું મળ્યું છે.
અહીં રૂ.3999માં આપ લંચ અથવા ડિનર લઈ શકો છો, દુર્ઘટનાને ધ્યાનમાં રાખી વિમો પણ ઉતારાશે
આ ફ્લાય ડાઈનિંગમાં જમવાના ચાર્જ અંગે જો વાત કરવામાં આવે તો અહીં એક વ્યક્તિ માત્ર રૂ.3999માં લંચ અથવા ડિનરનો આનંદ માણી શકે છે. આ રેસ્ટોરન્ટ 170ફૂટ ઉંચાઈ પર હોવાને લીધે તેની દુર્ઘટનાની સંભાવના પણ વધી જાય છે અને એટલે જ ત્યાં આવનાર તમામ ગ્રાહકોના પ્રતિ રાઈડ માટે રૂ.50 કરોડનો વિમો પણ ઉતારવામાં આવે છે.
Back to top button