ટ્રેન્ડિંગમનોરંજન

સિંગર હની સિંહને જાનથી મારી નાખવાની ધમકી મળી, ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે મોકલી વૉઇસ નોટ

Text To Speech

જાણીતા સિંગર અને રેપર હની સિંહ વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, સિંગરને ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. જે હાલ કેનેડામાં છે. ગોલ્ડીએ હની સિંહને ધમકીભરી વૉઇસ નોટ મોકલી છે. એ બાદ સિંગરે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલમાં આ અંગે ફરિયાદ કરી છે.

હની સિંહએ પોલીસ રિયાદ નોંધાવી

પોલીસને આપેલી ફરિયાદમાં હની સિંહે જણાવ્યું કે કેનેડામાં બેઠેલા ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે તેને વોઈસ નોટ મોકલી છે. જેમાં તેણે હની સિંહને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. હની સિંહે તે વોઇસ નોટ પોલીસને આપી છે. બીજી તરફ સિંગરની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક આ મામલે તપાસ શરૂ કરી છે.

કોણ છે ગોલ્ડી બ્રાર?

તમને જણાવી દઈએ કે ગોલ્ડી બ્રાર એ જ ગેંગસ્ટર છે. જેનું નામ જાણીતા પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં સામે આવ્યું હતું. અહેવાલો અનુસાર, ગોલ્ડીએ સિદ્ધુને મારવા માટે લોરેન્સ બિશ્નોઈ જેવા ખતરનાક ગુંડાઓ સાથે મળીને કાવતરું ઘડ્યું હતું. હાલમાં ગોલ્ડી બ્રાર કેનેડામાં છે. જેની સામે NIAએ UAPA હેઠળ કેસ નોંધ્યો છે.

હની સિંહે વર્ષ 2005માં કારકિર્દીની શરૂઆત કરી

હની સિંહની વાત કરીએ તો આ સિંગરે થોડા સમય પહેલા જ ઈન્ડસ્ટ્રીમાં કમબેક કર્યું છે. હની ડિપ્રેશનને કારણે લાંબા સમયથી તેના કામથી દૂર હતો. હનીએ વર્ષ 2005માં મ્યુઝીક ડિરેક્ટર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારપછી ઈન્ડસ્ટ્રીને ઘણા હિટ ગીતો આપ્યા. ત્યારબાદ, હની સિંહ અચાનક ડ્રગની લતમાં સપડાઈ ગયો અને પછી બાયપોલર ડિસઓર્ડરનો શિકાર બની ગયો હતો.

હની સિંહ ડિપ્રેશનમાં લાંબો સમય રહ્યો

હની સિંહ ડિપ્રેશનમાં જતો રહ્યો હતો અને તે લગભગ 18 મહિના સુધી ગુમ રહ્યો. એ પછી, કમબેક કર્યા પછી આપેલા એક ઈન્ટરવ્યુમાં હની સિંહે મીડિયાને કહ્યું કે, ‘એવું અફવા હતી કે હું રિહેબમાં છું, પરંતુ આખો સમય હું મારા નોઈડા હાઉસમાં હતો.. મને બાયપોલર ડિસઓર્ડર હતો.’

Back to top button