હની સિંહે પોતાની બીમારી વિશે કર્યો ખુલાસો, આ સેલિબ્રિટીઓએ કર્યો સપોર્ટ
ફેમસ સિંગર હની સિંહ 2014માં પોતાના આલ્બમ ‘દેશી કલાકાર’ બાદ સંગીતની દુનિયામાંથી અચાનક ગાયબ થઈ ગયો હતો. તેમણે ફિલ્મો માટે થોડા ગીતો ગાયા, પરંતુ મોટાભાગે લાઈમલાઈટથી દૂર જ રહ્યા હતા. હવે સિંગર અને રેપર હની સિંહ પોતાની બીમારી વિશે ખુલાસો કરતા જણાવે છે કે તેમને બાયપોલર ડિસઓર્ડર હતો. જેના કારણે હની સિંહને આ બીમારીની સારવાર પણ લેવી પડી હતી.
આ પણ વાંચો : IPL 2023 : મેન્સના મીડિયા રાઈટ્સ બાદ વુમન્સના IPLના રાઈટ્સ વેંચી BCCI બન્યુ માલામાલ
મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં હની સિંહે જણાવ્યુ હતું કે, તેના ખરાબ સમયમાં ઈન્ડસ્ટ્રીમાંથી શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણે તેને સપોર્ટ કર્યો હતો. હની સિંહને ખબર નહોતી કે આ બીમારી માટે કયા ડૉક્ટર પાસે જવુ ,ત્યારે દીપિકાએ તેને ડૉક્ટર સાથે સંપર્ક કરાવ્યો હતો.
હનીસિંહે આગળ જણાવે છે કે, બધાએ મને ખૂબ સપોર્ટ કર્યો, દીપિકાને લાગ્યું કે મને પણ તેના જેવી સમસ્યા છે, મારો કેસ ઘણો ગંભીર છે. માટે દીપિકાએ મારા પરિવારના સભ્યોને ડૉક્ટરનું સૂચન કર્યું હતુ અને હું ડૉક્ટર પાસે ગયો હતો.
આ પણ વાંચો : સોનાક્ષી સિંહાએ ડાયેટિંગ વગર ઘટાડ્યુ 30 કિલો વજનઃ વેઇટ લોસ માટે તેની ટિપ્સ કરો ફોલો
આ સિવાય હની સિંહે શાહરુખ ખાનનું નામ પણ જણાવ્યુ હતુ. આગળ વાત કરતાં હની સિંહે કહ્યું કે, શાહરૂખ ભાઈએ ઘણો સપોર્ટ કર્યો હતો. 5 વર્ષ સુધી મેં ફોન પર વાત નથી કરી. તેમજ ત્રણ વર્ષ સુધી મેં ટીવી પણ જોયું નથી.
મેન્ટલ હેલ્થ વિશે વાત કરતાં હની સિંહે કહ્યું કે, મેન્ટલ હેલ્થ એક એવી બીમારી છે જેમાં ઘણા બધા વેરિશન છે. તેના ઘણા બધા રંગો છે, મેન્ટલ હેલ્થ સામે ચિંતા અને હતાશા જેવી વસ્તુઓ કંઈ નથી. મને મેન્ટલ હેલ્થનો કોવિડ 19 થયો હતો. આને બાયપોલર ડિસઓર્ડરનું સાયકોટિક સિમ્પટમ કહેવામાં આવે છે, જે ખૂબ જ ખતરનાક બાબત છે. આ બીમારી કોઇને પણ ન થાય.
હાલ હની સિંહે અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘સેલ્ફી’ અને સલમાન ખાનની ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં ગીત ગાયું છે. હની સિંહના નવા ગીતની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.