પ્રામાણિક ચોર! સોનું, રોકડ ચોર્યાં પણ મેડલ પરત કરીને માફી માંગી
- થોડા દિવસો પહેલા ફિલ્મ ડાયરેક્ટર મણિકંદનના ઘરેથી રોકડ રકમ, સોનું અને મેડલની થઈ હતી ચોરી
નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી: ચોર પણ “પ્રામાણિક” હોઈ શકે છે એ વાત આ કિસ્સા પરથી સાબિત થાય છે. બન્યું એવું કે, એક ફિલ્મ ડાયરેક્ટરના ઘરે ચોરી થઈ હતી. ચોર ડાયરેક્ટરના ઘરમાંથી રોકડ રકમ, સોનું ઉપરાંત ઘણું બધું ચોરી ગયા હતા, પરંતુ ત્યારપછી ચોરેલી વસ્તુઓમાં અમુક એવી ચીજ નીકળી જે જોઈને ચોરનું મન પીગળી ગયું અને તેણે એ ચીજ ડાયરેક્ટરને પરત કરવાનો નિર્ણય લીધો.
આપણા દેશમાં સિનેમા ગમે તેટલું રસપ્રદ બને, વાસ્તવિકતા હંમેશા લોકોને આશ્ચર્યજનક બાબતમાં બે ડગલાં પાછળ છોડીને આગળ વધે છે. હવે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા નિર્દેશક એમ. મણિકંદનના ઘરેથી વાસ્તવિક જીવનમાં આવા જ અહેવાલ બહાર આવ્યા છે. થોડા દિવસો પહેલા ફિલ્મ ડાયરેક્ટર મણિકંદનના ઘરે ચોરી થઈ હતી અને ચોરોએ તેમના ઘરમાંથી લગભગ 1 લાખ રૂપિયા રોકડા અને પાંચ સોનાના સિક્કાની ચોરી કરી હતી તેમજ મણિકંદનનું નેશનલ ફિલ્મ એવોર્ડનું મેડલ પણ ચોરાયેલી વસ્તુઓમાં સામેલ હતું. ત્યારબાદ હવે આશ્ચર્યજનક બાબતએ છે કે, આ ચોરોનું દિલ તૂટી ગયું અને તેમણે મણિકંદનના મેડલ પરત કરી દીધા છે અને ચોરોએ માફી પત્ર લખીને માફી પણ માંગી છે.
ચોરોએ માફી પત્ર લખીને ડાયરેક્ટરના ઘરે મૂક્યો
અહેવાલ અનુસાર, ચોરો કે જેમણે ફિલ્મ નિર્દેશક એમ. મણિકંદનના ઘરેથી કેટલીક રોકડ રકમ, સોનું અને ચંદ્રકો(મેડલ)ની ચોરી કરી હતી, તેઓએ તેમનું હૃદય હળવું કર્યું અને ફિલ્મ નિર્દેશકને માફી પત્ર સાથે માત્ર મેડલ પરત કર્યા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે, સોમવારે રાત્રે આ ચોરો અચાનક તામિલનાડુના મદુરાઈના ઉસિલમપટ્ટીમાં મણિકંદનના ઘરે પહોંચ્યા અને પોલીથીન બેગમાં મેડલ પરત કરી દીધા. તેણે તેની સાથે એક ચિઠ્ઠી પણ છોડી દીધી અને કોઈની નજરમાં આવ્યા વિના રફુચક્કર થઈ ગયા હતા.
જોકે, 8 ફેબ્રુઆરીએ મણિકંદનના ઘરે થયેલી ચોરીમાં એક લાખ રૂપિયા અને સોનાના સિક્કા પણ સામેલ હતા, જે ચોરોએ પરત કર્યા નથી. ચોરોએ એક ખરબચડા કાગળ પર તમિલ ભાષામાં લખ્યું હતું, ‘સાહેબ અમને માફ કરો, તમારી મહેનત તમારી છે.’ આ અંગે પોલીસે જણાવ્યું કે, જ્યારે મણિકંદન તેના પરિવાર સાથે ચેન્નાઈમાં હતો ત્યારે કેટલાક અજાણ્યા લોકો તેના ઘરમાં ઘૂસી ગયા હતા અને પુરસ્કાર, રોકડ અને ઘરેણાં લઈ ગયા હતા. ઉસિલમપટ્ટી પોલીસ, જેણે આ મામલે કેસ નોંધ્યો છે, તે આ ચોરોને શોધવામાં વ્યસ્ત છે.
મણિકંદને બે વખત નેશનલ એવોર્ડ જીત્યો છે
એમ. મણિકંદનનું નામ સૌપ્રથમવાર 2014માં દેશભરમાં ચર્ચાનું નામ બન્યું હતું. 2014માં, તેમની મૂળ તમિલ ફિલ્મ ‘કાકા મુટ્ટાઈ’ (Kaaka Muttai\The Crow’s Egg)ને ‘શ્રેષ્ઠ ચિલ્ડ્રન્સ ફિલ્મ’ માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. 2022માં, વિજય સેતુપતિ સાથેની તેની ફિલ્મ ‘કડાઈસી વિવાસયી’ (The Last Farmer)ની દેશભરના વિવેચકો દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ ફિલ્મને ‘શ્રેષ્ઠ તમિલ ફિલ્મ’ કેટેગરીમાં રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો. મણિકંદન પણ ટૂંક સમયમાં OTT ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. ગયા વર્ષે, તેણે ડિઝની પ્લસ હોટસ્ટાર માટે વિજય સેતુપતિ સાથે એક શોની જાહેરાત કરી હતી, જે હાલમાં નિર્માણ હેઠળ છે.
આ પણ જુઓ: સોનિયા ગાંધીએ રાજ્યસભા માટે ઉમેદવારીપત્ર ભર્યું, જૂઓ વીડિયો