ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

સિંગલ ચાર્જથી આટલા કિલોમીટર ચાલશે હોંન્ડાની ઈલેક્ટ્રીક એક્ટિવા, જાણો ક્યારે થશે લૉન્ચ

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક :  જાપાની ઓટોમોબાઈલ કંપની હોન્ડાની ભારતીય પેટાકંપની હોન્ડા મોટરસાઈકલ અને સ્કૂટર ઈન્ડિયા ટૂંક સમયમાં ભારતમાં તેનું પ્રથમ ઇલેક્ટ્રિક વાહન રજૂ કરવા જઈ રહી છે. હોન્ડાનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર 27 નવેમ્બરે લોન્ચ થશે. આ સ્કૂટરના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જો કે, ઈન્ડસ્ટ્રી એક્સપર્ટનું માનવું છે કે આ હોન્ડાના લોકપ્રિય સ્કૂટર એક્ટિવાનું ઇલેક્ટ્રિક વર્ઝન હોઈ શકે છે. ભારતમાં તેનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર લૉન્ચ કરતા પહેલા કંપની તેને એક શાનદાર ટીઝર દ્વારા પ્રમોટ કરી રહી છે.

હોન્ડા સ્કૂટર એકવાર ફુલ ચાર્જ થયા પછી કેટલા કિલોમીટર ચાલશે?
કંપની દ્વારા દર્શાવવામાં આવેલા ટીઝર દ્વારા સ્કૂટરની ડિઝાઇન અને ફીચર્સ સહિત ઘણી મહત્ત્વની માહિતી પ્રાપ્ત થઈ છે. તેની રેન્જ સ્કૂટરના ટીઝર પરથી જ જાણી શકાય છે. હોન્ડાના આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 2 રાઇડ મોડ્સ હશે – સ્ટાન્ડર્ડ અને સ્પોર્ટ. સ્ટાન્ડર્ડ મોડમાં આ સ્કૂટર સિંગલ ચાર્જ પર 104 કિમીની રેન્જ આપશે. એટલે કે એકવાર ફુલ ચાર્જ થયા બાદ આ સ્કૂટર સ્ટાન્ડર્ડ મોડમાં 104 કિમી ચાલશે. જો કે, સ્પોર્ટ મોડમાં, સ્કૂટર વધુ પાવર વાપરે છે, જેના કારણે તેની રેન્જ નોંધપાત્ર રીતે ઓછી થઈ શકે છે.

ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત શું હોઈ શકે?
સ્કૂટરનું મીટર અન્ય ઈલેક્ટ્રિક સ્કૂટરની જેમ સંપૂર્ણપણે ડિજિટલ હશે, જે રાઈડર્સના સ્માર્ટફોન સાથે કનેક્ટ થઈ શકશે. કંપની દ્વારા રજૂ કરાયેલા અગાઉના ટીઝરમાં આ ઇલેક્ટ્રિક સ્કૂટરના હેડલેમ્પ અને સીટની ઝલક બતાવવામાં આવી હતી અને માનવામાં આવી રહ્યું છે કે લોન્ચ થયા બાદ તે તેની હરીફ કંપનીઓને ટક્કર આપવા જઈ રહી છે. હાલમાં, ઓલા ઇલેક્ટ્રિક, એથર, ટીવીએસ, હીરો અને બજાજ ભારતના ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માર્કેટમાં મોટો હિસ્સો ધરાવે છે. બજારના અનુમાન મુજબ, આ સ્કૂટરની કિંમત 1.00 થી 1.20 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.

આ પણ વાંચો : પગ હલાવવા કેમ છે ખરાબ વાત? અશુભ નહિ, પરંતુ મગજ સાથે છે કનેક્શન

Follow this link to join OUR WhatsApp group:

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button