Honda Activa elecric લોન્ચ: સ્ટાઇલિશ લૂક અને અમેઝિંગ ફિચર્સ! જાણો શું છે ખાસ?
અમદાવાદ, નવેમ્બર 27: Honda મોટરસાયકલ અ અને ‘QC1’ માર્કેટમાં રજૂ કર્યા છે. હાલમાં કંપનીએ આ સ્કૂટરને માત્ર ડિસ્પ્લે માટે પ્રદર્શિત કર્યા છે અને તેને લગતી તમામ માહિતી શેર કરી છે. હોન્ડા આવતા વર્ષે જાન્યુઆરીમાં તેની કિંમતો જાહેર કરશે અને તેની સત્તાવાર બુકિંગ પણ તે જ સમયે શરૂ થશે. Activa eમાં સ્વેપેબલ (અદલાબદલી) કરી શકાય તેવી બેટરી સેટઅપનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જ્યારે QC1માં ફિક્સ્ડ બેટરી સેટઅપ મળે છે.
Activa e ઇલેક્ટ્રિક સ્કૂટર કેવું છે?
Honda Activa ઈલેક્ટ્રિકને સંપૂર્ણપણે નવો લૂક અને ડિઝાઈન આપવામાં આવી છે. જો કે આ પેટ્રોલ મોડલ એક્ટિવાની બોડી અને ફ્રેમ પર જ આધારિત છે, પરંતુ તેનો લુક એકદમ અલગ છે. તેને એક નવું એપ્રોન (apron) આપવામાં આવ્યું છે જે તેની સ્ટાઇલને સંપૂર્ણપણે અલગ પાડે છે. તેના બંને તરફ ટર્ન ઇન્ડિકેટર સાથે LED હેડલેમ્પ આપવામાં આવ્યા છે. કંપનીએ તેના હેડ પર LED ડે ટાઇમ રનિંગ લાઇટ (DRL) આપી છે. તે લાંબી સીટ સાથે ટૂંકા ફ્લોરબોર્ડ મેળવે છે. સ્કૂટરના પાછળના ભાગમાં ટેલ લેમ્પ યુનિટમાં “activa e:” બેજિંગ આપવામાં આવ્યું છે.
View this post on Instagram
સીટની નીચે, એક્ટિવા ઈલેક્ટ્રીકમાં સ્વેપેબલ (અદલાબદલી) બેટરી સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં 1.5 kWh ક્ષમતાની બે બેટરી આપવામાં આવી છે. આ સ્કૂટરની ઇલેક્ટ્રિક મોટર મહત્તમ 4.2 kW (5.6 bhp)નું પાવર આઉટપુટ આપે છે. આ આઉટપુટને મહત્તમ 6.0 kW (8 bhp) સુધી વધારી શકાય છે. કંપનીનો દાવો છે કે, આ સ્કૂટર સિંગલ ચાર્જમાં 102 કિમીની રેન્જ આપવામાં સક્ષમ છે. આ સ્કૂટરમાં ત્રણ રાઈડિંગ મોડ ઉપલબ્ધ છે જેમાં સ્ટાન્ડર્ડ, સ્પોર્ટ અને ઈકોનનો સમાવેશ થાય છે.
હોન્ડા QC1 કેવું છે?
કંપની આવતા વર્ષે ઉનાળામાં Honda QC1 ઇલેક્ટ્રિક સ્કૂટરને વેચાણ માટે લોન્ચ કરશે. આ માટે ગ્રાહકોએ થોડી રાહ જોવી પડશે. લુક અને ડિઝાઇનની દ્રષ્ટિએ તે એક્ટિવા ઈલેક્ટ્રિક જેવુ જ છે. તેનું એપ્રોન અને સાઇડ પેનલ એક્ટિવા e જેવું જ છે. જો કે, સ્કૂટરના હેડમાં LED ડે ટાઇમ રનિંગ લાઇટ્સ (DRL) આપવામાં આવી નથી.
QC1માં, કંપનીએ 1.5 kWh ક્ષમતાનું ફિક્સ્ડ બેટરી પેક આપ્યું છે. જે ડેડિકેટેડ ચાર્જર સાથે આવે છે. જેને ફ્લોરબોર્ડ પર લગાવેલા સોકેટ દ્વારા સ્કૂટર સાથે કનેક્ટ કરી શકાય છે. તેની બેટરી પાવર કોમ્પેક્ટ ઇન-વ્હીલ મોટરને પાવર આપે છે, જેનું પાવર આઉટપુટ 1.2 kW (1.6 bhp) અને 1.8 kW (2.4 bhp) છે. કંપનીનો દાવો છે કે, આ સ્કૂટર સિંગલ ચાર્જમાં 80 કિમીની રેન્જ આપવામાં સક્ષમ છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 5-ઇંચની LCD ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ છે, જે રાઇડરને મહત્ત્વપૂર્ણ માહિતી પૂરી પાડે છે. જેમાં અંડર-સીટ સ્ટોરેજ, USB ટાઈપ-સી સોકેટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
Activa e કયા-કયા શહેરોમાં ઉપલબ્ધ થશે?
મહત્ત્વપૂર્ણ છે કે, આ ઈલેક્ટ્રિક સ્કૂટર શરૂઆતમાં માત્ર દિલ્હી, મુંબઈ અને બેંગલુરુમાં વેચાણ માટે ઉપલબ્ધ હશે. બાદમાં કંપની તેને તબક્કાવાર દેશના અન્ય શહેરોમાં પણ લોન્ચ કરશે. વિશ્વ બજારમાં Hondaનું આ અનુક્રમે 12મુ અને 13મુ ઇલેક્ટ્રિક વાહન છે.
આ પણ જૂઓ:Vivo Y300 Flipkart અને Amazon પર થયો લૉન્ચ: હજારો રૂપિયાનું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ