ફૂડહેલ્થ

ચોમાસાની સીઝનમાં ઘરે જ બનાવો ચટપટી વાનગી વેજ મંચુરિયન

Text To Speech
શું સામગ્રી જોઈશે મંચુરિયન બનાવવા માટે ?
આપણે ઘરે મંચુરિયન બનાવવા માટે 1 કપ છોલીને ખાંડેલા વટાણા, 1 કપ  મોટું છીણેલું  ફ્લાવર, 1/2 કપ મગની દાળ, 1/2 કપ અડદની દાળ, તળવા માટે તેલ, 2 ચમચા મેંદો, 1કપ ટામેટાંની પેસ્ટ, 2 ચમચા ટામેટાં સોસ, 2 ચમચા સોયા સોસ, 1 ચમચી ચીલી સોસ, 1 મોટી ચમચી આદું લસણ અને લીલાં મરચાંની પેસ્ટ, 1 ચમચી મરી પાઉડર, મીઠું સ્વાદ મુજબ જોઈશે.
કેવી રીતે બનાવવામાં આવશે મંચુરિયન ?
ઘરે મંચુરિયન બનાવવા માટે સૌ પ્રથમ બંને દાળને 4-5 કલાક સુધી પલાળીને વાટી લો. તેમાં વટાણા, ફ્લાવર અને મીઠું નાખીને ગરમ તેલમાં વડાં તળી લો. 2 મોટી ચમચી તેલ ગરમ કરીને લસણ, આદું, લીલાં મરચાંની પેસ્ટ સાંતળી લો. ટામેટાંની પેસ્ટ અને 3 કપ પાણી નાખીને ઉકાળો. પાણીમાં મેંદો મેળવી તેને મિક્સ કરીને ઉકાળો.  તેમાં મીઠું, મરચું, ટામેટાં ચીલી અને સોયા સોસ મિક્સ કરીને અંદર વડાં નાખી દો. થોડું પાણી વધુ રેડીને ધીમા તાપ પર વડાં મુલાયમ થાય ત્યાં સુધી ચઢવા દો. પછી સર્વ કરો.
Back to top button