ઘરે બનાવો કોલા ચોકલેટ આઇસ્ક્રીમ ફ્લોટની રેસીપી
ચોકલેટ આઇસ્ક્રીમ અને કોકોકોલા, બન્ને એવી વસ્તુઓ છે જેનો સંયોજન ગમે ત્યારે પીરસો તો પણ દરેકને આહલાદ્ક જ લાગશે. જ્યારે તમે આ બે વસ્તુઓ મેળવશો ત્યારે ફીણદાર ચોકલેટ-કોલાનું પીણું તૈયાર થશે જેનો સ્વાદ મનગમતો હશે. આ પીણાંની ઉપર ચોકલેટ આઇસ્ક્રીમ વધુ મજેદાર લાગશે કારણકે ઠંડી ચોકલેટ આઇસક્રીમ જ્યારે ઉપર તરતી હોય ત્યારે તમને યાદ રહી જાય એવા સ્વાદનો અનુભવ માણવા મળશે.
અહીં યાદ રાખવું જરૂરી છે કે કોકોકોલા મસ્ત મજેદાર ઠંડું હશે તો તમને જરૂર મજા પડશે. આ પીણું તમારા બાળકોના જન્મ દીવસની પાર્ટીમાં પીરસસો ત્યારે બધા તેનો સ્વાદ માણવા તૈયાર થઇ જશે. અન્ય રેસિપિનો પણ પ્રયાસ કરો જેમ લેમન ફિએસ્ટા અને સ્ટ્રોબેરી ફ્લોટસ. તૈયારીનો સમય: 2 મિનિટ, 2 ગ્લાસ માટે.
સામગ્રી : કોલા ચોકલેટ આઇસ્ક્રીમ ફ્લોટની રેસીપી બનાવવા માટે : 2 કપ ઠંડું કોકોકોલા, 1/4 કપ ચોકલેટ આઇસક્રીમ,સજાવવા માટે : 2 કપ સ્કુપ અમુલ ચોકલેટ આઇસ્ક્રીમ.
રીત : કોલા ચોકલેટ આઇસ્ક્રીમ ફ્લોટની રેસીપી બનાવવા માટે, મિક્સરની જારમાં કોકોકોલા અને ચોકલેટ આઇસ્ક્રીમ મેળવીને સુંવાળું મિશ્રણ તૈયાર કરો., હવે આ મિશ્રણ 2 ગ્લાસમાં સરખા પ્રમાણમાં રેડી તેની પર ચોકલેટ આઇસક્રીમનો એક સ્કુપ દરેક ગ્લાસ પર મૂકી તરત જ પીરસો.