ઘરનું સ્વિચબોર્ડ કાળું પડી ગયું છે? થોડી જ મિનિટોમાં આ રીતે કરો ક્લિન
- આખા દિવસમાં આપણે કેટલી વાર સ્વિચબોર્ડનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ તેમ છતાં તેની સફાઈ પર ધ્યાન આપવાનું ચૂકી જઈએ છીએ. આ જ કારણ છે કે લાંબા સમય સુધી તેનો ઉપયોગ કર્યા પછી, તેના પર ગંદકી જમા થવા લાગે છે
HD ન્યુઝ ડેસ્કઃ ઘરને સ્વચ્છ રાખવું કોને ન ગમે? લોકો તેમના ઘરના દરેક ખૂણાને સાફ કરે છે. દરેક સામાન પર પડેલી ધૂળ દૂર કરે છે, પરંતુ એક વાત એવી છે કે જેના પર લોકો ઘણી વખત ધ્યાન આપતા નથી અને તે છે ઘરમાં લગાવેલું સ્વીચબોર્ડ. આખા દિવસમાં આપણે કેટલી વાર સ્વિચબોર્ડનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ તેમ છતાં તેની સફાઈ પર ધ્યાન આપવાનું ચૂકી જઈએ છીએ. આ જ કારણ છે કે લાંબા સમય સુધી તેનો ઉપયોગ કર્યા પછી, તેના પર ગંદકી જમા થવા લાગે છે અને તેનો રંગ કાળો થઈ જાય છે. આજે ઘરના સ્વિચબોર્ડને સાફ કરવાની કેટલીક સરળ રીત જાણો
ટૂથપેસ્ટથી ગંદકી દૂર થશે
ટૂથપેસ્ટનો ઉપયોગ સ્વિચબોર્ડ પર જામેલી ચીકણી ગંદકીને સાફ કરવા માટે કરી શકાય છે. ટૂથપેસ્ટ વડે સ્વિચ બોર્ડને સાફ કરવા માટે સૌપ્રથમ લાઇટ સપ્લાય બંધ કરો. હવે થોડી માત્રામાં ટૂથપેસ્ટ લો અને તેને સ્વિચબોર્ડ પર લગાવો અને સોફ્ટ બ્રશની મદદથી તેને ઘસીને સાફ કરો. ટૂથપેસ્ટની મદદથી જમા થયેલી ગંદકીને પણ સરળતાથી સાફ કરી શકાય છે.
શેવિંગ ક્રીમનો ઉપયોગ કરો
ટૂથપેસ્ટ ઉપરાંત કાળા પડી ગયેલા સ્વિચબોર્ડને પણ શેવિંગ ક્રીમની મદદથી ચમકાવી શકાય છે. આ માટે સૌ પ્રથમ એક બાઉલમાં શેવિંગ ક્રીમ લો અને હવે તેને થોડી થોડી માત્રામાં લઈને સ્વિચ બોર્ડ પર લગાવો. 2 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ ટૂથબ્રશની મદદથી સ્વિચબોર્ડ પરના ડાઘને સાફ કરો. બાદમાં, તેને સહેજ ભીના કપડાથી સારી રીતે લૂછી લો. આ રીતે કાળા પડી ગયેલા સ્વિચબોર્ડ પણ ચમકી જશે.
લીંબુ અને બેકિંગ સોડાથી સાફ કરો
લીંબુ અને બેકિંગ સોડાની મદદથી સ્વિચબોર્ડની ગંદકીને દૂર કરી શકાય છે. આ માટે એક કપમાં લીંબુનો રસ લો અને તેમાં ખાવાનો સોડા નાખીને મિક્સ કરો. હવે આ મિશ્રણને ટૂથબ્રશ પર લગાવો અને તેનાથી સ્વીચ બોર્ડને સ્ક્રબ કરો. જ્યારે બધા ડાઘ દૂર થઈ જાય, ત્યારે સુતરાઉ કાપડને થોડું ભીનું કરો અને તેને સારી રીતે લૂછી લો.
નેઈલ પેઈન્ટ રીમુવરથી સાફ કરો
સ્વિચબોર્ડ પરની ઝીણી ગંદકી નેઈલ પેઈન્ટ રીમુવરની મદદથી પણ સાફ કરી શકાય છે. લિક્વિડ નેઈલ પેઇન્ટ રીમુવરમાં કોટન બોલને સારી રીતે ડુબાડો. હવે આ કોટન વડે સ્વીચ બોર્ડને ઘસીને સાફ કરો. આમ કરવાથી સ્વિચબોર્ડ પર જમા થયેલી બધી ગંદકી સાફ થવા લાગશે. જો સ્વીચ બોર્ડ એક જ વારમાં સારી રીતે સાફ ન થાય તો આ પ્રક્રિયાને રીપીટ કરો.
આ પણ વાંચોઃ તમે સોલો ટ્રાવેલિંગના શોખીન છો અને મહિલા છો, તો પહેલા જાણી લો આ પડકારો