ટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલ

વાળ થશે લાંબા અને મુલાયમ, નારિયેળ તેલમાં મિક્સ કરો આ એક વસ્તુ

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક, 1 સપ્ટેમ્બર :  વાળ આપણી પર્સનાલિટીને સુંદર અને અટ્રેક્ટિવ બનાવવામાં મદદ કરે છે. પરંતુ આજકાલ ઘણાબધા લોકો વાળ ખરવાની સમસ્ચાથી પીડાઈ રહ્યા છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા લોકો કેટલાક હેર પ્રોડ્કટનો ઉપયોગ કરે છે. વાળ ખરવાની સમસ્યાની પાછળ અનહેલ્ધી લાઈફસ્ટાઈસ, સ્ટ્રેસ કે હેરિડિટી જવાબદાર હોય છે. શરીરની સાથે વાળને પણ વિટામીન અને મીનરલ્સની જરૂર પડે છે. જો શરીરમાં તેની ઉણપ સર્જાય છે તો વાળ કરવા લાગે છે. લાંબા સમય સુધી સ્ટ્રેસમાં રહેવાના કારણે શરીરમાં હોર્મોનલ અસંતુલન ઉભું થાય છે જેના કારણે હેરફોલની સમસ્યા સર્જાય છે.

જો તમે પણ વાળ ખરવાની અને ડ્રાયનેસની સમસ્યાથી પરેશાન છો, તો તમે તમારા વાળને લાંબા બનાવવા માટે ઘણા ઘરેલું ઉપાયો અપનાવી શકો છો. નારિયેળનું તેલ વાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, તમે તમારા વાળની માવજત માટે ઘરે જ નારિયેળ તેલમાં મેથીના દાણા મિક્સ કરી શકો છો. મેથીના દાણામાં વિટામિન અને મિનરલ્સ હોય છે, જે વાળના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આને પણ પીસીને નાળિયેર તેલ સાથે મિક્સ કરવું સારું રહેશે.

નારિયેળ અને મેથીના દાણા
આ માટે સૌપ્રથમ એક પેનમાં નાળિયેર તેલ ગરમ કરો અને પછી તેમાં બે ચમચી મેથીના દાણાનો પાવડર નાખીને 2 થી 4 મિનિટ સુધી થવા દો. તે પછી, જો તમે ઇચ્છો તો, તેમાં હિબિસ્કસના ફૂલો ઉમેરો અને 10 થી 15 મિનિટ સુધી ધીમી આંચ પર થવા દો. આ પછી, ગેસ બંધ કરો અને તેને સુતરાઉ કાપડની મદદથી ગાળી લો અને આ તેલ ઠંડુ થાય પછી તેનો ઉપયોગ કરો. આ તેલને તમારા માથા પર લગાવો અને હળવા હાથે મસાજ કરો. તમે તમારા વાળ ધોવાના થોડા સમય પહેલા આ તેલનો ઉપયોગ કરી શકો છો. તમે અઠવાડિયામાં બે વાર આ તેલનો ઉપયોગ કરી શકો છો. પરંતુ જો કોઈ વ્યક્તિને નારિયેળના તેલ, મેથીના દાણા અથવા હિબિસ્કસના ફૂલોથી એલર્જી હોય તો તેણે આ તેલનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.

નાળિયેર તેલ વાળને ભેજ અને પોષણ આપવામાં મદદરૂપ સાબિત થાય છે. આ વાળને મુલાયમ રાખવામાં પણ મદદ કરે છે. આ સાથે મેથીના દાણામાં વિટામિન સી અને પ્રોટીન સારી માત્રામાં મળી આવે છે જે વાળને મજબૂત કરવામાં અને તેમની વૃદ્ધિમાં મદદરૂપ સાબિત થાય છે.

આ પણ વાંચો : જબલપુર- હૈદરાબાદ IndiGo ફ્લાઈટને બોમ્બથી ઉડાડવાની ધમકી, ડાયવર્ટ કરી

Back to top button