આ શહેરમાં કોરોના દર્દીના ઘરની બહાર લાગ્યા હોમ ક્વોરન્ટાઈનના સ્ટીકર


સમગ્ર દેશમાં ફરી એક વાર કોરોના લોકોને ઝપેટમાં લઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના કેસની સંખ્યમાં ઉછાળો આવ્યો છે. ગઈ કાલે 24 કલાકમાં કોરોનાના નવા 133 કેસ સામે આવ્યા હતા. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 70 કેસ, મહેસાણામાં 16, સુરત શહેરમાં 8 , રાજકોટ અને વડોદરા શહેરમાં 6-6 કેસ નોંધાયા હતા. ત્યારે સુરતમાં કોરોનાના વધતા કેસોને જોઈને તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે.
કોરોના પોઝિટિવ દર્દીના ઘર બહાર સ્ટીકર લગાવાયા
રાજ્યમાં થોડા દિવસથી કોરોનાએ ધીરે ધીરે માથું ઉચકી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. ત્યારે સુરત શહેરમાં કોરોનાના કેસો વધતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. સુરતમાં કોરોનાના દર્દીઓના ઘરની બહાર સાવચેતી માટે હોમ ક્વોરન્ટાઈનના સ્ટીકર મારવાનું શરૂ કરાયું છે.
સુરતમા કોરોનાના કેસ
ગઈ કાલે સુરતમાં કોરોનાના 8 નવા કેસ આવ્યા હતા. આ સાથે સુરતમાં એક્ટિવ કેસની સંખ્યા કુલ 50 થઈ ગઈ છે. ત્યારે કોરોના કેસ વધતા આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે. સુરતમાંથી અને જે દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા હોય અને ઘરે સારવાર લઈ રહ્યાં હોય તેવા દર્દીઓના ઘર બહાર પાલિકા તંત્રએ હોમ ક્વોરન્ટાઇન બોર્ડ લગાવવા સાથે પરિવારના અન્ય સભ્યોના ટેસ્ટીંગની કામગીરી પણ શરૂ કરી દીધી છે. સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા શ્રીજી નગરમાં એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેના ઘરની બહાર હોમ ક્વોરન્ટાઈનના સ્ટીકર લગાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : મોસ્કોમાં પુતિનને મળશે જિનપિંગ, શું યુક્રેન સાથેના યુદ્ધના સમયમાં ચીન બનશે સંકટમોચક