ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગૃહ મંત્રાલયને નોર્થ બ્લોકમાં બોમ્બની ધમકીનો મળ્યો મેઈલ, પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર

Text To Speech

નવી દિલ્હી, 22 મે : દિલ્હીમાં સૌથી સુરક્ષિત ગણાતા નોર્થ બ્લોકમાં બોમ્બની ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. ગૃહ મંત્રાલયને મોકલવામાં આવેલા મેઈલમાં નોર્થ બ્લોકમાં બોમ્બ હોવાની ધમકી આપવામાં આવી હતી. આ મેઈલ મળતા જ હંગામો મચી ગયો હતો. સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ અને શોધખોળ શરૂ કરવામાં આવી. ફાયર એન્જિનને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. હાલ નોર્થ બ્લોકમાં શોધખોળ ચાલી રહી છે.

સમાચાર લખાય છે ત્યાં સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. પોલીસ ઈમેલ મોકલનારની તપાસ કરી રહી છે. ઈમેલ મળ્યા બાદ સમગ્ર વહીવટી સ્ટાફ સતર્ક થઈ ગયો હતો. પોલીસે દરેક ખૂણામાં તપાસ શરૂ કરી. ઉલ્લેખનીય છે કે, નોર્થ બ્લોક ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે. અહીં ખૂબ જ કડક સુરક્ષા વ્યવસ્થા છે. આવી સ્થિતિમાં બોમ્બના સમાચારથી ખળભળાટ મચી ગયો હતો અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી.

તાજેતરમાં આવા ધમકીભર્યા ઈમેલની ઘટનાઓ વધી છે. થોડા દિવસો પહેલા દિલ્હી એનસીઆરની 200 થી વધુ શાળાઓમાં બોમ્બની ધમકી આપતો મેલ મળ્યો હતો.

આ પણ વાંચો :શું છે જગન્નાથ મંદિરનો ‘રત્ન ભંડાર’ વિવાદ, PM મોદીએ શું કહ્યું કે ઓડિશાથી લઈને તમિલનાડુ સુધી મચ્યો ખળભળાટ

Back to top button