ગુજરાતટોપ ન્યૂઝ

પોલીસ ભરતીને લઈ ગૃહમંત્રીનું મોટું નિવેદન, જાણો ક્યારે યોજાશે ફીઝીક્લ પરીક્ષા

Text To Speech

ગુજરાતમાં પોલીસ ભરતીની તૈયારી કરતાં યુવાનો માટે સારા સમાચાર સામે આવ્યા છે. પોલીસની ભરતી મુદ્દે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીના જણાવ્યા મુજબ આગામી સપ્ટેમ્બર સુધીમાં પોલીસ ભરતીની ફીઝીકલ ટેસ્ટ લેવાની જાહેરાત કરવામાં આવશે.ઉનાળા અને ચોમાસાના કારણે ફિઝિકલ ટેસ્ટમાં વિલંબ થયો હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.

ગુજરાત પોલીસ (-humdekhengenews

હર્ષ સંઘવીનું મોટુ નિવેદન

પોલીસની ભરતી મુદ્દે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું મોટુ નિવેદન સામે આવ્યું છે. જેમાં હર્ષ સંઘવીએ સપ્ટેમ્બર સુધીમાં પોલીસ ભરતીની ફીઝીકલ ટેસ્ટ લેવાની જાહેરાત કરવામાં આવશે તેમ જણાવ્યું છે. તેમજ ઉનાળા અને ચોમાસાનાં કારણે ફીઝીકલ ટેસ્ટમાં વિલંબ થયો હોવાનું જણાવ્યું છે.

ગરમીની સીઝન પૂર્ણ થતા કરાશે જાહેરાત

વધુમાં મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતુ કે ,”પોલીસ ભરતીને જે ફીઝીકલ પરીક્ષા લેવાતી હોય છે તે યોગ્ય વાતાવરણમાં લેવી પડે છે. જેથી ગરમીની સીઝન પૂર્ણ થાય તેવી તરત જ તેની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે.

 આ પણ વાંચો : રાજ્યની 1 મહાનગરપાલિકા અને 3નગરપાલિકાઓને કુલ 5.60 કરોડ રૂપિયા જન સુવિધા-સુખાકારી કામો માટે અપાશે

Back to top button