ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ
દ્વારકામાં થયેલી દબાણ હટાવ કામગીરી સબબ ગૃહ રાજ્યમંત્રીને ધમકી? અજાણી પોસ્ટ વાયરલ
ગાંધીનગર, 12 જાન્યુઆરી : રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે દિવસથી દ્વારકા પંથકમાં ચાલી રહેલી દબાણ હટાવ કામગીરી સબબ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ધમકી મળી હોવાનું જાણવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયા X ઉપર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં અજાણ્યા શખસ દ્વારા આ કામગીરી યાદ રાખવામાં આવશે તેવું લખી ગૃહ રાજ્યમંત્રી સહિતનાઓને ટેગ કરવામાં આવ્યા છે. હાલ આ અંગે સાયબર ક્રાઈમ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહી છે.
We the people of Beyt Dwarka will remeber what have you doned to our people our children.@sanghaviharsh @dwarka_today @asadowaisi @
— Guest From Mars (@mars_361) January 12, 2025