કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

ગૃહમંત્રી જખૌ, માંડવીમાં અસરગ્રસ્તોને મળ્યા બાદ આસ્વાસન આપતા કહ્યું કે સહાય પેકેજની જાહેરાત કરાશે

Text To Speech

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે વાવાઝોડાથી સૌથી વધુ અસરગ્રસ્ત એવા કચ્છના વિસ્તારોનું હવાઈ નિરિક્ષણ કરીને અસરગ્રસ્તોની રૂબરૂ મુલાકાત લઈ ખબર અંતર પૂછ્યા હતા. ભુજમાં ગૃહમંત્રીએ આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્ય સરકારની કામગીરીને બિરદાવીને એકપણ માનવમૃત્યુ નહીં થયું એને મોટી ઉપલબ્ધિ ગણાવી હતી.

અસરગ્રસ્તોને સહાય પેકેજની જાહેરાત કરાશે: ગૃહમંત્રી અમિત શાહ

ગૃહમંત્રી જખૌ, માંડવીમાં અસરગ્રસ્તોને મળ્યા બાદ આસ્વાસન આપતા કહ્યું કે સહાય પેકેજની જાહેરાત કરાશે

ગૃહમંત્રીએ કહ્યું હતું કે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ સહિતના આપત્તિગ્રસ્ત જિલ્લાઓના માછીમારો, ખેડૂતો તથા અન્ય અસરગ્રસ્તોના સહાય પેકેજની જાહેરાત કરી નિયમો મુજબ અમલીકરણ કરાશે. અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારે કેન્દ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળની માર્ગદર્શિકાની જમીન ઉપર કરેલી પૂર્ણ અમલવારીના લીધે રાજ્યમાં વાવાઝોડના કારણે એક પણ મોત નોંધાયું નથી અને ઓછું નુકસાન છે એ ઉત્તમ ઉદાહરણ ગણાવીને ક્લાસીક એક્ઝામ્પલ શબ્દ સાથે મુખ્યમંત્રી અને તેમની સરકારના ગ્રામસ્તરેથી માંડીને કેન્દ્ર સરકાર સુધીનાચૂંટાયેલા પ્રતિનિધિઓની પીઠ થાબડી હતી. વાવાઝોડાગ્રસ્ત અબડાસા તાલુકાના જખૌ અને માંડવી તાલુકાના કાઠડામાં તેમણે સગર્ભા તથા અન્ય અસરગ્રસ્તોની મુલાકાત બાદ ભુજ પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી શાહે માધ્યમો સાથે વાત કરી રહ્યા હતા.

ગૃહમંત્રી શાહે હર્ષભેર જણાવ્યું હતું કે, રાજકીય કાર્યકર ઉપરાંત 40 વર્ષના તેમના લોકપ્રતિનિધિ તરીકેના જીવનમાં પહેલી વખત એવું બનતું હશે કે આપત્તિની સ્થિતિમાં કોઇ ફરિયાદ વિના હસતે મોઢે પરત જઇ શકાય છે. એક વાડી માલિકે તેમને એમ કહ્યું કે વ્યક્તિઓ બચી ગઇ છે, વાડીઓ તો પાછી ઉભી થઇ જશે. આ ભાવના લોકજાગૃતિ અને ઓછા નુકસાન માટેની પ્રતિતિ સમાન છે.

આ પણ વાંચો: અમદાવાદની સાથે આ શહેરમાં પણ નિકળશે અષાઢી બીજની જગન્નાથજીની રથયાત્રા

Back to top button