કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

વ્યાજખોરીના દુષણ સામે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની લાલઆંખ, જાણો શું કહ્યું ?

Text To Speech

રાજ્યમાં વ્યાજખોરીના વધતા દુષણ સામે ફરી એકવાર સરકારે લાલઆંખ કરી છે. આજે રાજકોટમાં આવેલા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ બાબતે મોટું નિવેદન આપ્યું છે અને રાજ્યનો નાગરિક વ્યાજના ચક્રમાં ફસાઈ નહીં તેમજ તેને કોઈપણ પ્રકારની હેરાનગતિ ન થાય તેવા પ્રયાસો આવનારા દિવસોમાં હાથ ધરવામાં આવશે.

એકપણ નાગરિક ગુમાવવાનો વારો નહીં આવે

મળતી માહિતી મુજબ, આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળના અમૃત મહોત્સવમાં હાજરી આપવા આવ્યા હતા. તેઓએ ત્યાંથી રાજકોટ બસ સ્ટેશન ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ વખતે તેઓએ વ્યાજખોરીના દૂષણ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં માત્ર સૌરાષ્ટ્ર નહીં ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ વ્યાજખોરીનું દૂષણ હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એક પણ વ્યક્તિ વ્યાજખોરોનાં ત્રાસથી ગુમાવવાની વાત તો દૂર, જરાય હેરાન ન થાય તે માટે હજુ વધુ કડક પગલાં લેવામાં આવશે. કોઈ પણ વ્યાજખોરને છોડવામાં આવશે નહીં.

રાજ્યની પોલીસને કડક કાર્યવાહી કરવાની સુચના અપાઈ

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વ્યાજખોરીનાં કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. વ્યાજખોરીના વધતા જતા દૂષણને ડામવા કડક કાર્યવાહી કરવા સૂચના પોલીસ વિભાગને આપવામાં આવી છે. વ્યાજખોરના દૂષણથી મારા રાજ્યનો એક પણ નાગરિક હેરાન ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

Back to top button