

શેત્રુંજય પર્વત વિવાદ પર ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મહત્ત્વનું નિવેદન આપ્યું છે. જેમાં હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે પાલીતાણાએ માત્ર ગુજરાતમાં વસતા ગુજરાતીઓનું નથી સમસ્ત દુનિયાના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. તમામ પ્રશ્નોમાં વિચારણા કર્યા બાદ મુખ્યમંત્રીએ નિર્ણય લીધો છે કે એક ટાસ્કફોર્સ બનાવીને
મહત્વના કામો માટે પગલાં લેવાશે.
આ પણ વાંચો: ગુજરાતના ગરીબ અને મધ્યવર્ગીય લોકો માટે આરોગ્ય મંત્રીએ કરી મોટી જાહેરાત
આવતીકાલે ટાસ્કફોર્સની રચના કરવામાં આવશે
કોઈ પણ ધર્મ સ્થાન માટે સરકાર ગંભીર છે. જે વીડિયોમાં મહારાજ સાહેબ સાથે જે વર્તન થયું, જે લોકોએ ખરાબ વર્તન કર્યું એમની પર કડક પગલાં લેવામાં આવ્યા છે. 5 દિવસ પહેલાએ લોકોને પકડી લીધા છે. તથા શેત્રુંજય પર્વત પર પોલીસ ચોકી બનાવવામાં આવશે. શેત્રુંજય પર્વતની આસ્થા માટે સરકાર ભવિષ્યમાં પણ કામ કરશે. તથા ટાસ્કફોર્સમાં મહેસુલ, ફોરેસ્ટ અને પોલીસ વિભાગના અધિકારીઓ રહેશે. શેત્રુંજયના તમામ વિષયો પર ચર્ચા કરી મુખ્યમંત્રીએ આજે જ ટાસ્કફોર્સ માટે સુચના આપી છે. અને આવતીકાલે ટાસ્કફોર્સની રચના કરવામાં આવશે.
આ પણ વાંચો: દિલ્હીમાં અકસ્માતને નજરે જોનારે કર્યા ચોંકાવનારા ખુલાસા, કહ્યું છોકરીનું માથું…
પોલીસ ચોકી કાર્યરત કરવામાં આવશે
શેત્રુંજય પર્વતની આજથી રાઉન્ડ ધ ક્લોક પોલીસ સુરક્ષા, પર્વતની સલામતી, યાત્રાળુઓની સુરક્ષાને લઈ નિર્ણય કરવામાં આવ્યો છે. રેન્જ IG અને જિલ્લા પોલીસવડા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પોલીસ ચોકી કાર્યરત કરવામાં આવશે.
DySP કક્ષાના અધિકારીના સુપરવિઝન હેઠળ કામગીરી કરશે
પોલીસ ચોકીમાં 1 PSI,2 ASI,3 હેડ કોન્સ્ટેબલ,12 કોન્સ્ટેબલ હાજર રહેશે. તેમજ 5 ટ્રાફિક પોલીસ, 5 મહિલા હોમગાર્ડ પણ રહેશે. સાથે 8 ટી.આર.બીના જવાનો ગીરીરાજ પર્વતની સુરક્ષા કરશે. તેમજ DySP કક્ષાના અધિકારીના સુપરવિઝન હેઠળ કામગીરી કરશે.