વડોદરાના કરજણ નગર નવબજાર વિસ્તારમાં આવેલ શાહ.એન.બી સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી છે. જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં રાજ્ય સરકારના ગૃહમંત્રી દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું છે. તેમજ રાજ્યના ગૃહમંત્રીની અધ્ક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.તથા વડોદરા પોલીસ દ્વારા પરેડ યોજાઈ છે.
આ પણ વાંચો: બોટાદ: 74 માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી, રાજ્યપાલ અને મુખ્યમંત્રી રહ્યા હાજર
વડોદરા ખાતે આજે ધ્વજવંદન કર્યું
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે વડોદરા ખાતે આજે ધ્વજવંદન કર્યું હતું અને તેમણે ગણતંત્ર પર્વની શુભકામના પાઠવી હતી. આ ઉપરાંત મંત્રી જગદીશ વિશ્વકર્મા મહેસાણામાં જ્યારે મંત્રી પરસોતમ સોલંકી અમરેલી ખાતે અને મંત્રી બચુભાઇ ખાબડ ખેડામાં અને મંત્રી પ્રફુલ પાનસીરિયા કચ્છમાં તેમજ મંત્રી ભિખુસિંહજી પરમાર સાબરકાંઠામાં ધ્વજવંદન કર્યું હતું. આ સાથે મંત્રી કુંવરજી હળપતિએ ભરૂચમાં ધ્વજવંદન કરીને ગણતંત્ર પર્વની શુભકામના પાઠવી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર રહેશે, હવામાન વિભાગે આગાહી કરી
ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટિલે ભાજપ કાર્યલય ખાતે ધ્વજવંદન કર્યું
આજે ગુજરાત સહિત દેશભરમાં 74માં ગણતંત્ર પર્વની ઉજવણી કરી રહ્યું છે. આ તકે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ગુજરાત ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટિલે ભાજપ કાર્યલય ખાતે ધ્વજવંદન કર્યું હતુ અને સાંસદ સભ્યો અને ધારાસભ્યો ધ્વજવંદન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ભાજપના વિવિધ પેજ પ્રમુખ તેમજ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો ઉપરસ્થિત રહ્યાં હતા.