ગૃહરાજ્યમંત્રીએ પંજાબની જેલમાંથી ચાલતા ડ્રગ્સ નેટવર્કના અંગે આપી સૌથી મહત્વની માહિતી
ગુજરાત ATS-DRIની ટીમે પશ્ચિમ બંગાળમાં ઓપરેશન ગિયર બોક્સ પાર પાડીને દુબઇથી આવેલુ 200 કરોડનું હેરોઇન જપ્ત કર્યુ છે. એક વર્ષમાં 6,500 કરોડનું ડ્રગ્સ પકડાયુ છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ કરીને ગુજરાત એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાંચને અભિનંદન આપ્યા હતા. સાથે જ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સના કારોબર કરી રહેલા લોકોને ચેતવણી પણ આપી હતી.
ગુજરાત પોલીસે અનેક રાજ્યમાં ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ડ્રગ્સ પકડવા માટે ગુજરાત પોલીસે સાહસિક કામ કર્યા છે. હર્ષ સંઘવીએ કહ્યુ કે ગુજરાત પોલીસ ગુજરાતનું માન અને સમ્માન છે. કેટલાકનો પોલીસને બદનામ કરવાનો પ્રયાસ છે. ગુજરાત સરકાર પોલીસની સમસ્યાને સમજે છે અને નિરાકરણ લાવે છે. ગુજરાત પોલીસે ડ્રગ્સના નેટવર્કને તોડ્યા છે. આ ઉપરાંત નોંધનીય વાત એ છેકે, પંજાબ પોલીસે ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાત પોલીસે પંજાબ પોલીસને જાણકારી આપી હતી. અહીં હર્ષ સંઘવીએ એમ પણ કહ્યું કે ગુજરાતે દેશ ભરના યુવાનોનું સપનું પૂર્ણ કરવાનું રાજ્ય છે.
આ પણ વાંચો : ગુજરાત ATSનું જબરદસ્ત ‘ઓપરેશન ગીયર બોક્સ’, 200 કરોડનું ડ્રગ્સ જપ્ત
કેવી રીતે ઓપરેશન ગિયર બોક્સ સફળ રહ્યું ?
સુરત ક્રાઇમ બ્રાંચના એસીપી બી.પી.રોજીયાને માહિતી મળી હતી કે, હેરોઇનનો જથ્થો કોલકાતાના સેન્ચુરી કન્ટેઇનર ફેઇટ સ્ટેશન (CFS) જે.જે.પી ખાતે છ મહિનાથી આવેલા એક શંકાસ્પદ કન્ટેઇનરમાં પડ્યો છે. સુરત એસીપીએ ગુજરાત એટીએસના નાયબ પોલીસ મહાનીરિક્ષકને જાણ કરી હતી. જે બાતમીના આધારે ડીઆરઆઇના અમદાવાદ ઝોનલ યુનિટના અધિકારીઓને સાથે રાખીને એટીએસની ટીમ કોલકાતા પહોચી હતી.
કસ્ટમ અધિકારીઓનો સંપર્ક કરી CFSમાં પડેલા શંકાસ્પદ કન્ટેઇનરમાં તપાસ કરતા 40 કિલો હેરોઇનનો જથ્થો ઝડપાયો હતો. કન્ટેઇનરમાં રાખેલા હેવી મેટલ સ્ક્રેપમાં પડેલા 36માંથી 12 ગિયર બોક્સમાં ડ્રગ્સના 72 પેકેટ છુપાવવામાં આવ્યા હતા. યુએઇના દુબઇ સ્થિત બિઝનેસમેને આ કન્ટેઇનર કોલકાતા મોકલ્યાની અને ત્યાથી આ કન્ટેઇનર અન્ય દેશમાં રિ-એક્સપોર્ટ થવાની વિગતો પોલીસને મળી હતી.
આ પણ વાંચો : સુરત: ભાજપના નેતા સામે લોકોમાં આક્રોશ, ગણેશ ભક્તોએ લગાવ્યા મુર્દાબાદના નારા