ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતાના વિભાગમાં વારંવાર ગાડીઓ બદલતા અધિકારીઓથી નારાજ થયા હોય તેવી માહિતી સૂત્રો ધ્વારા પ્રાપ્ત થઈ છે. ગુજરાત રાજ્યમાં કેટલાક અધિકારીઓ ગાડી થોડા કિલોમીટર ચાલી હોય તો પણ તેમના નવાબી શોખના લીધે ક્યાંક ગાડી બદલતા રહેતા હોય છે ત્યારે ગૃહમંત્રીનું ધ્યાન આ તરફ જતાં તેમણે આ બાબતે નિર્ધારિત કિલોમીટર ફર્યા પહેલા ગાડી બદલી હોય અથવા બદલવાનું વિચાર્યું હોય તેવા અધિકારીઓની માહિતી મંગાવી છે.
આ પણ વાંચો : પોલીસ હવે વ્યાજખોરોના ભરડામાં ફસાયેલા લોકોને બચાવશે, હર્ષ સંઘવીએ આપ્યો મહત્ત્વનો આદેશ
અધિકારીઓ દ્વારા વારંવાર ગાડીઓ બદલતા ગુજરાત સરકારની તિજોરી પર ભાર વધતો દેખાતા હર્ષ સંઘવી એ આ તમામ અધિકારીઓની માહિતી મંગાવી છે કે જેઓ ગાડીના નિર્ધારિત સમય પહેલા ગાડી બદલવા માગતા હોય કે પછી છેલ્લા બે કે ત્રણ વર્ષમાં ગાડી બદલી હોય તેવા અધિકારીઓની માહિતી માંગી છે તેવું સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે.