કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત મુલાકાતે, જાણો શું છે કાર્યક્રમ
પીએમ મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અમિત શાહ આજે રાત્રે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અને આવતી કાલે અમિત શાહ કલોલ તાલુકાના વડસર ગામના તળાવના બ્યુટિફિકેશનના કામનું ખાતમુર્હૂત કરશે. રવિવારે ગાંધીનગર પોતાના મતક્ષેત્રમાં યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે..ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજર રહેશે. અમિત શાહ સોમવારે સવારે દિલ્હી પરત ફરશે.
અમિત શાહનો ગુજરાત પ્રવાસ
28 ઓગસ્ટ
- કલોલ તાલુકાના વડસર ગામના તળાવના બ્યુટિફિકેશનના કામનું ખાતમુર્હૂત કરશે
- ગાંધીનગર ખાતે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપશે
- ગાંધીનગર પોતાના મતક્ષેત્રમાં યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે
- સોમવારે સવારે દિલ્હી પરત ફરશે
ગુજરાત ચૂંટણી પહેલા વારંવાર મુલાકાત
જણાવી દઈએ કે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય દિગ્ગજોના આંટાફેરા વધી રહ્યા છે.આજે વડાપ્રધાન જ્યારે ગુજરાતની મુલાકાતે આવવાના છે એ જ દિવસે અમિત શાહ પણ ગુજરાત પ્રવાસે આવશે. બંને અલગ અલગ કાર્યક્રમોમાં હાજર રહેવાના છે.