ટોપ ન્યૂઝનેશનલ

અમિત શાહનો હુંકાર, કહ્યું- ઈતિહાસને તોડી-મરોડીને નહીં ગૌરવમય બનાવવો જોઈએ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ભારતના ઈતિહાસને લઈ એક મોટું નિવેદન આપ્યું છે. શાહે કહ્યું હતું કે ‘ટ્વિસ્ટેડ’ અને સુધારેલા ઈતિહાસને ફરીથી લખતા અમને કોઈ રોકી શકશે નહીં. ઈતિહાસકારો અને વિદ્યાર્થીઓએ ભારતના વિવિધ ભાગોમાં 150 વર્ષથી શાસન કરનારા 30 સામ્રાજ્યો અને દેશની આઝાદી માટે બલિદાન આપનાર 300 થી વધુ વ્યક્તિત્વોનું સંશોધન કરીને સાચો ઈતિહાસ લખવો જોઈએ.

ગૃહમંત્રીએ કહ્યું, “જો લચિત બરફુકન ન હોત, તો પૂર્વોત્તર ભારતનો ભાગ ન હોત કારણ કે તે સમયે તેમના દ્વારા લેવામાં આવેલા નિર્ણયો અને તેમની હિંમતથી માત્ર પૂર્વોત્તર જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ એશિયાને કટ્ટરપંથી આક્રમણકારોથી બચાવ્યું હતું.” તેમણે કહ્યું કે લચિત બરફુકનની. આ બહાદુરી માટે સમગ્ર રાષ્ટ્ર, સભ્યતા અને સંસ્કૃતિ ઋણી છે. તેઓ અહોમ સામ્રાજ્યના મહાન સેનાપતિ લચિત બરફુકનની 400મી જન્મજયંતિ પર આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા.

અમિત શાહે આસામના મુખ્યમંત્રી ડો. હિમંતા વિશ્વ શર્માને હિન્દી અને દેશની અન્ય 10 ભાષાઓમાં લચિત બરફુકનના પાત્રનું ભાષાંતર કરવા વિનંતી કરી જેથી દેશના દરેક બાળક તેની હિંમત અને બલિદાનથી વાકેફ થઈ શકે. ગૃહમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની વર્તમાન સરકાર દેશના ગૌરવ માટે કરવામાં આવતા કોઈપણ પ્રયાસને સમર્થન આપે છે. તેમણે કહ્યું કે આપણે ઈતિહાસને તોડી-મરોડીને રજૂ કરનારા વિવાદોમાંથી બહાર આવવું જોઈએ અને તેને ગૌરવશાળી બનાવીને સમગ્ર વિશ્વની સામે રજૂ કરવું જોઈએ.

તેમણે કહ્યું, “મને વારંવાર ફરિયાદો મળે છે કે આપણા ઈતિહાસને તોડી-મરોડી રજૂ કરાય છે, તેની સાથે છેડછાડ કરવામાં આવી છે. આ આક્ષેપો સાચા પણ હોઈ શકે છે. પરંતુ તેમને સુધારવામાં કોણ રોકી રહ્યું છે? હવે આપણને સાચો ઈતિહાસ લખતા કોણ રોકી શકે?” શાહે ઈતિહાસકારો અને વિદ્યાર્થીઓને ભારતના વિવિધ ભાગોમાં 150 વર્ષથી શાસન કરનારા 30 સામ્રાજ્યો અને દેશની આઝાદી માટે બલિદાન આપનાર 300થી વધુ વ્યક્તિત્વ વિશે સંશોધન કરવું જોઈએ. તેમણે કહ્યું, “આ સાથે નવો અને સાચો ઈતિહાસ બહાર આવશે અને અસત્ય આપોઆપ ઈતિહાસથી અલગ થઈ જશે.”

દેશના ઈતિહાસ પર ગર્વ હોવો જરૂરી – શાહ

અમિત શાહે કહ્યું કે આપણા આઝાદીના ઈતિહાસના નાયકોના બલિદાન અને હિંમતને દેશના ખૂણે ખૂણે લઈ જવાથી આપણી ભાવિ પેઢીઓને પ્રેરણા મળશે. શાહે કહ્યું કે જે દેશના લોકો પોતાના ઈતિહાસમાં ગર્વની ભાવના નથી રાખતા તે ક્યારેય પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકતા નથી. તેમણે કહ્યું કે જો દેશનું સોનેરી ભવિષ્ય બનાવવું હોય તો દેશના ઈતિહાસ પર ગર્વ કરવો ખૂબ જ જરૂરી છે.

Back to top button