ટ્રેન્ડિંગબિઝનેસ

Home Loan/ પ્રોપર્ટીના દસ્તાવેજો ગીરો રાખ્યા વગર મળશે હોમ લોન, જાણો સરકાર કઈ સ્કીમ લાવી રહી છે

HD ન્યૂઝ ડેસ્ક, 19 ડિસેમ્બર :  સુંદર, અનોખું ઘરનું દરેકનું સપનું હોય છે. પરંતુ પૈસાની પૂરતી જોગવાઈ ન હોવાથી લોન લેવી પડે છે.  આ માટે Home Loan લેવા માટે ઘણી માથાકૂટ કરવી પડતી હોય છે. પેપરવર્કમાં ઘણી માથાકૂટ થાય છે. મિલકતના દસ્તાવેજો બેંકો અથવા લોન આપતી એજન્સીઓ પાસે ગીરો રાખવાના હોય છે. પરંતુ જો તમે માત્ર એક મોટો બંગલો અથવા લક્ઝરી ફ્લેટ રાખવાનું પ્લાનિંગ નથી કરતા તો તમારા માટે તમારા માથા પર છત મેળવવી સરળ બની જશે.  ભારત સરકાર આ માટે એક નવી સ્કીમ લાવવા જઈ રહી છે. નિમ્ન-મધ્યમ આવક જૂથના લોકોને તેનાથી ઘણો ફાયદો થશે.

નવી હાઉસિંગ લોન યોજનામાં શું છે ખાસ?

નવી યોજના હેઠળ, ભારત સરકાર 20 લાખ રૂપિયા સુધીની હાઉસિંગ લોનના(Home Loan) એક ભાગ માટે ગેરંટી લેશે. આ માટે કોઈ કોલેટરલ આપવાની રહેશે નહીં. આનો અર્થ એ છે કે કોઈપણ પ્રકારની મિલકતના દસ્તાવેજો બેંકો અથવા હોમ લોન આપતી એજન્સીઓ પાસે ગીરો રાખવાની જરૂર રહેશે નહીં. Home Loanની મંજૂરી માત્ર ડિજિટલ ટ્રાન્ઝેક્શન દ્વારા જ કરવામાં આવશે. આનાથી ઘરની માલિકી મેળવવાના વિશાળ વસ્તીના સપનાને પૂર્ણ કરવાનું સરળ બનશે. શૂન્ય કોલેટરલ હાઉસિંગ લોન પર કેન્દ્રિત આ યોજના માટે, પેપરવર્કમાં પણ નોંધપાત્ર ઘટાડો કરવો પડશે. થર્ડ પાર્ટી ગેરંટીની જરૂરિયાત પણ ઘણી ઓછી હશે.

શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવવામાં આવેલી જમીન પાછી લેશે? આ કારણે કરાઇ રહી છે માંગ

નવી હોમ લોન 30 વર્ષ માટે મળશે

લોકો માટે Home Loan સરળ બનાવવા માટે, ભારત સરકાર ઉદ્યોગસાહસિકોને ઝડપી લોન આપવા માટે ક્રેડિટ ગેરંટી ફંડ જેવા પગલાં લેવા જઈ રહી છે. નવી હાઉસિંગ લોન સ્કીમનું નામ સંભવતઃ ઓછી આવકવાળા આવાસ માટે ક્રેડિટ રિસ્ક ગેરંટી ફંડ હોઈ શકે છે. આ માટે વિવિધ ઉપાયો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ આગામી બજેટમાં આવી શકે છે. આ અંતર્ગત 30 વર્ષની હાઉસિંગ લોન પર વિચાર કરવામાં આવી રહ્યો છે. નિષ્ણાતોના મતે, પ્રધાનમંત્રી આવાસ યોજના કરતાં વધુ સરળ શરતો પર લોન આપવામાં આવશે. જે તમામ માટે આવાસના ભારત સરકારના ધ્યેયને પૂર્ણ કરવામાં મદદરૂપ સાબિત થશે.

આ પણ વાંચો :ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી પર મોટી માહિતી આપી, ભારત-પાકિસ્તાનની મેચ ન્યૂટ્રલ સ્થળોએ યોજાશે

શું ભારતમાં Starbucks સ્ટોર્સ બંધ થઈ જશે? ટાટાએ કંપનીના દેશ છોડવાના સમાચાર પર પ્રતિક્રિયા આપી

જમાઈને હનીમૂન માટે કાશ્મીર જવું હતું, સસરાએ કહ્યું મક્કા જાવ, વાત ન માની તો કર્યો એસિડ એટેક

No parkingમાં પાર્ક કરાયેલા SDMના વાહનમાં લગાવ્યું વ્હીલ લોક, ચલણ વગર જ છોડી દેવામાં આવ્યું

Investment Tips/ પગાર ગમે તેટલો હોય, આ રીતે બનાવો બજેટ, નહિ પડે પૈસાની તંગી

7 રૂપિયાનો સ્ટોક, એક વર્ષમાં આપ્યું 1700% નું જબરદસ્ત વળતર

આ પણ વાંચો : HDFC બેંકે કરોડો ગ્રાહકોને આપ્યા સારા સમાચાર! FD પર વધાર્યું વ્યાજ, જાણો હવે એક વર્ષની FD પર કેટલું વ્યાજ મળશે? 

Personal Loan લેવી છે, Online કે પછી બેંકમાંથી,જાણો કઈ સસ્તી પડશે?

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

Back to top button