ડીસામાં હોમગાર્ડઝ જવાનોએ યોજી તિરંગા યાત્રા અને વડગામના ભરકાવાડા ગામે પણ યોજાઈ ત્રિરંગા રેલી
પાલનપુર: બનાસકાંઠા જીલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ આર.એમ.પંડ્યાની આગેવાનીમાં હોમગાર્ડઝ તાલુકા યુનિટ ડીસાના અધિકારી એસ.કે.પંડ્યા, ક્લાર્ક બી.વી.ભોકુ, પ્લાટુન કમાન્ડર એસ.જે.ઘોરી, પ્લાટુન સાર્જન્ટ એમ.જે.પરમાર, દિપક ડી. જોષી, એમ.આર.ત્રિવેદી સહિત એનસીઓઝ અને સભ્યોની ઉપસ્થિતિમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે “હર ઘર તિરંગા” યાત્રા યોજવામાં આવી હતી. હોમગાર્ડ જવાનોની તિરંગા યાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરતા શહેરમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.વડગામના ભરકાવાડા ગામે ત્રિરંગા રેલીથી છવાયો દેશભક્તિનો માહોલ
ભરકાવાડા ગામની પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ત્રિરંગા રેલી યોજાઇ હતી. જેમાં મેમદપુર સીટના જિલ્લા પંચાયતના સદસ્ય અશ્વિન સક્સેના દ્વારા તમામ બાળકોને હર ઘર ત્રિરંગાની જાણકારી આપી બાળકો સાથે ગામમાં રેલી યોજી ઘરે ઘરે ત્રિરંગા વિતરણ કરવામાં આવ્યાં હતા અને દેશની આન, બાન અને શાન એવા રાષ્ટ્રધ્વજ તિરંગાને સંપૂર્ણ ગૌરવ સાથે પોતાન ઘર ઉપર ફરકાવવામાં આવ્યો હતો. જેમાં ભરકાવાડા ગામના સરપંચ ફલજીભાઇ ભટોળ , કેશાજી હરીજી રાજપુત, વિક્રમભાઈ પરમાર, ગીરીશભાઇ રાવલ , વિનોદભાઈ, નરેશભાઈ પરમાર ભરકાવાડા પ્રા. શાળા આચાર્ય નટુભાઇ માળી, હંસાબેન પરમાર તથા સ્ટાફગણ અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.