ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના આ શહેર સહિત જિલ્લાના 5 તાલુકામાં હોમગાર્ડ જવાનોની ભરતી કરાશે

Text To Speech
  • સુરેન્દ્રનગર સહિત રાજયમાં હોમગાર્ડ કમાન્ડન્ટ અને હોમગાર્ડની ભરતી થશે
  • 25મી સપ્ટેમ્બર સુધીમાં અરજીઓ કમાન્ડન્ટની પોસ્ટ માટે મંગાવાઈ
  • સુરેન્દ્રનગર માટે 80 પુરૂષ અને 20 મહિલા સહીત 100 ઉમેદવારો લેવાશે

ગુજરાતના સુરેન્દ્રનગર સહિત જિલ્લાના 5 તાલુકામાં 255 હોમગાર્ડ જવાનોની ભરતી કરાશે. જેમાં ખાલી પડેલી જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટની જગ્યા પણ ભરાશે. તથા પુરૂષ અને મહિલા ઉમેદવારોને પસંદ કરવામાં આવશે. જેમાં હોમગાર્ડ કમાન્ડન્ટને ચાર્જ ડીવાયએસપીને સોંપવા જણાવાયુ છે.

આ પણ વાંચો: દક્ષિણ રાજસ્થાન તરફનું સર્ક્યુલેશન થયું સક્રિય, ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ 

25મી સપ્ટેમ્બર સુધીમાં અરજીઓ કમાન્ડન્ટની પોસ્ટ માટે મંગાવાઈ

ઝાલાવાડના સુરેન્દ્રનગર માટે 80 પુરૂષ અને 20 મહિલા સહીત 100 ઉમેદવારો, ધ્રાંગધ્રામાં 35 પુરૂષ અને 9 મહિલા સહિત 44 ઉમેદવારો, લીંબડીમાં 35 પુરૂષ, વઢવાણમાં 25 પુરૂષ અને ચોટીલામાં 51 પુરૂષ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. આમ, જિલ્લામાં 226 પુરૂષ અને 29 મહિલા ઉમેદવારોને રોજગારી મળી શકશે. બીજી તરફ તાજેતરમાં સમગ્ર રાજયના હોમગાર્ડ કમાન્ડન્ટની જગ્યાઓ ખાલી થઈ છે. કાર્યરત હોમગાર્ડ કમાન્ડન્ટને ચાર્જ ડીવાયએસપીને સોંપવા જણાવાયુ હતુ. ત્યારે હવે માનદ્દ વેતની હોમગાર્ડ કમાન્ડન્ટની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં 25મી સપ્ટેમ્બર સુધીમાં અરજીઓ કમાન્ડન્ટની પોસ્ટ માટે મંગાવાઈ છે.

સુરેન્દ્રનગર સહિત સમગ્ર રાજયમાં હોમગાર્ડ કમાન્ડન્ટ અને હોમગાર્ડની ભરતી થશે

સુરેન્દ્રનગર સહિત સમગ્ર રાજયમાં હોમગાર્ડ કમાન્ડન્ટ અને હોમગાર્ડની ભરતી કરવાનું આયોજન કરાયુ છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 226 પુરૂષ અને 29 મહિલા ઉમેદવારને હોમગાર્ડ તરીકે લેવામાં આવનાર છે. હોમગાર્ડ કચેરી, ગુજરાત રાજય દ્વારા સમગ્ર રાજયમાં આગામી સમયમાં હોમગાર્ડની ભરતી કરવામાં આવનાર છે. જેમાં પુરૂષ અને મહિલા ઉમેદવારોને પસંદ કરવામાં આવશે. સમગ્ર રાજયમાં 6109 પુરૂષ અને 643 મહિલા ઉમેદવારો સહીત 6752 ઉમેદવારોની હોમગાર્ડ તરીકે ભરતી થનાર છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 255 ઉમેદવારોની ભરતી થશે.

Back to top button