ગુજરાત

IPS અધિકારીઓને તેમના માનીતા અધિકારીઓથી દૂર કરવા ગૃહ વિભાગ એક્શન મોડમાં

ગૃહ વિભાગ વર્ષના આરંભથી જ અધિકારીઓ પર નજર રાખી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હવે આઇપીએસના માનીતા અધિકારીઓને તેમનથી દૂર કરવાનો તખ્તો ઘડાઈ ગયો છે. આ 2023 જાન્યુઆરીની શરૂઆતમાં ગૃહ વિભાગ દ્વારા સરકારી ગાડીઓ કે જેમને સમય કરતાં પહેલા બદલતા અધિકારિઓનું લિસ્ટ બનાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : વારંવાર ગાડીઓ બદલતા અધિકારીઓથી ગૃહમંત્રી નારાજ!
અધિકારી - Humdekhengenewsગુજરાત રાજ્યમાં જ્યારે IPS અધિકારીઓની બદલી કરવામાં આવે છે ત્યારે કેટલાક IPS અધિકારીઓ તેમના માનીતા અધિકારીઓને જે તે જીલ્લા કે શહેરમાં સાથે લઈ જતા હોય છે એવુ એક અવલોકનમાં ગૃહ વિભાગના ધ્યાનમાં આવ્યુ હતું. એટલે કે જ્યારે પણ કોઈ IPS અધિકારીની બદલી કોઈ શહેર કે જીલ્લામાં કરવામાં આવે ત્યારે આ અધિકારીઓ તેમના માનીતા PI કક્ષાના અધિકારીઓની પણ બદલી કરાવી સાથે લઈ જતા હોય છે.

આ પણ વાંચો : ધોરણ 8 પછી દર 17 મો વિદ્યાર્થી ભણવાનું છોડે છે, ડ્રોપ આઉટ રેશિયોમાં ગુજરાત આ ક્રમે!
અધિકારી - Humdekhengenewsઆ મામલે રાજ્યનું ગૃહવિભાગ હવે એકશનમાં આવી ગયું છે અને તેની તપાસ માટે હાલમાં ગૃહ વિભાગે આવા IPS અધિકારીઓની માહિતી એકત્ર કરવાની કામગીરી પણ શરુ કરી દીધી છે. જે બાદ આવા અધિકારીઓ પર એકશન લેવામાં આવશે અને આગામી સમયમાં આવા ઉચ્ચ અધિકારીઓને તેમના માનીતા કર્મચારીઓથી દુર કરવામાં આવશે.

Back to top button