ટ્રેન્ડિંગધર્મ

આજથી પવિત્ર અધિક માસ શરૂઃ પુણ્ય કરવા માટે શ્રેષ્ઠ મહિનો કેમ મનાય છે?

  • આજથી શરૂ થયો અધિક માસઃ બાંધી લો પુણ્યનું ભાથુ
  • જપ-તપ-દાન-પુણ્ય કરવા માટેનો શ્રેષ્ઠ મોકો એટલે અધિક માસ
  • 19 વર્ષ બાદ શ્રાવણમાં પડી રહ્યો છે અધિક માસ

આજથી એટલે કે 18 જુલાઇના દિવસથી અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસની શરૂઆત થઇ ચુકી છે. આ વર્ષે 19 વર્ષ પછી શ્રાવણમાં અધિક માસ આવી રહ્યો છે. તેને અધિક શ્રાવણ તરીકે ઓળખવામાં આવશે. અધિક માસ શ્રાવણમાં પડતો હોવાથી ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની પૂજા કરવાનું મહત્વ વધી જાય છે. ધાર્મિક ગ્રંથો અનુસાર અધિકમાસ દરમિયાન ગ્રંથોનું પઠન અને દાન, પુણ્ય કરવું જોઈએ. આ સાથે જ ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું પણ ખૂબ મહત્ત્વ છે.

19 વર્ષ બાદ આવશે અધિક માસમાં આ સંયોગ

આ વર્ષે 19 વર્ષ પછી શ્રાવણ અધિકમાસ હશે. તેથી આ મહિનામાં ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની પૂજા કરવાનું મહત્વ વધી જાય છે. ધાર્મિક ગ્રંથો અનુસાર અધિકમાસ દરમિયાન ગ્રંથોનું પઠન અને દાન, પુણ્ય કરવું જોઈએ. આ સાથે જ ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું પણ વિધાન છે.

આજથી પવિત્ર અધિક માસ શરૂઃ પુણ્ય કરવા માટે શ્રેષ્ઠ મહિનો કેમ મનાય છે? hum dekhenge news

અધિક માસની પુર્ણાહૂતિ ક્યારે?

આ વર્ષે અધિક માસની શરૂઆત 18 જુલાઈએ થશે અને અધિક માસ પૂર્ણ 16 ઓગસ્ટે થશે. પુરુષોત્તમ માસ દરમિયાન કેટલાક કાર્ય કરવાથી પુણ્યફળની પ્રાપ્તિ થાય છે સાથે જ કેટલાક કાર્ય કરવાનું ટાળવું પણ જોઈએ. અધિક માસ દરમિયાન ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. આ સમય દરમિયાન શાલીગ્રામ ભગવાન સમક્ષ ઘીનો દીવો પ્રજવલિત કરવો જોઈએ.

અધિક માસનું નામ પુરુષોત્તમ માસ કેમ પડ્યુ?

પ્રચલિત દંતકથા અનુસાર અધિક માસને શુભ માનવામાં આવતો ન હતો. આ કારણે કોઈ પણ ભગવાન આ મહિનાના માલિક બનવા માગતા ન હતા. પછી અધિક માસે ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરી. અધિક માસની પ્રાર્થના સાંભળીને વિષ્ણુજીએ આ માસને પોતાનું શ્રેષ્ઠ નામ પુરુષોત્તમ આપ્યું. ત્યારથી આ માસ પુરુષોત્તમ માસ તરીકે ઓળખાય છે. આ માસમાં ભાગવત કથાનું વાચન અને શ્રવણ, મંત્ર જાપ, પૂજા, ધાર્મિક અનુષ્ઠાન, દાન વગેરે શુભ કાર્યો કરવામાં આવે છે.

આજથી પવિત્ર અધિક માસ શરૂઃ પુણ્ય કરવા માટે શ્રેષ્ઠ મહિનો કેમ મનાય છે? hum dekhenge news

ગોપાલ અને ગાયનું પૂજનઃ પુરુષોત્તમ માસનું ઉત્તમ કાર્ય

વેદ-પુરાણો – ધર્મશાસ્ત્રો, આગમોમાં બતાવ્યા પ્રમાણે ગાયોની સેવા અને રક્ષા કરવાથી પરમ પિતા પરમેશ્વર સંતુષ્ટ થાય છે. गवां द्रषश्टवा नमस्कृत्य कुर्याच्चैव प्रदिक्षिणम् । प्रदक्षिणीकृता तेन सप्त छूपा वसुन्धरा ।। અધિક માસમાં ગાયોને નમસ્કાર કરી ગોળ, અનાજ, ઘાસ, અર્પણ કરી પ્રદક્ષિણા કરવાથી વિશ્વયાત્રાનું પૂણ્ય પ્રાપ્ત થાય છે.

અધિક માસમાં કરેલા જપ-તપ-દાન આપે છે અનેકગણું પુણ્ય

અધિક માસમાં કરેલા જપ – તપ – દાન – પૂણ્ય અધિકગણું ફળ આપે છે. સાથે ચાતુર્માસમાં આવતો અધિક સર્વોત્તમ ગણાય છે. જેમાં ચાતુર્માસનું વ્રત અને અધિક પુરુષોત્તમ માસનું વ્રત આમ બંને ફળની સાથે પ્રાપ્તિ થાય છે. જેથી ધુર્ત લોકોના પ્રચારને નગણ્ય ગણી સનાતન ધર્મપ્રેમી ભાવ અને ભક્તિથી પુરુષોત્તમ પરમાત્માનું યજન – સ્મરણ કરે. સાત્વિક ભોજન, કંદમૂળનો ત્યાગ, તામસી વસ્તુઓનો ત્યાગ, ઉપવાસ, એકાસણું, જપ, તપ, આરાધના અને કથા શ્રવણ, સત્સંગ, ભજન-કિર્તન, દાન-પૂણ્ય આદિથી આત્મ શાંતિ પ્રાપ્ત કરે.

આ પણ વાંચોઃ શ્રાવણના સોમવાર ક્યારથી શરૂ? શું હશે ખાસ?

Back to top button