હોલીવુડ અભિનેતા જેમી ડોર્નનને આવ્યો હાર્ટઅટેક
પોર્ટુગલ, 24 જાન્યુઆરી : હોલિવૂડ ફિલ્મ ‘ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે’થી વિશ્વભરમાં ખ્યાતિ મેળવનાર અભિનેતા જેમી ડોર્નન તેના સ્વાસ્થ્ય બાબતે ચર્ચામાં છે. અહેવાલ મુજબ જેમીને પોર્ટુગલના પ્રવાસ દરમિયાન એક ઝેરી જંતુનો સ્પર્શ થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. આ કીડાને કારણે જેમીને હાર્ટ એટેક જેવા લક્ષણો જોવા મળ્યા હતા. તેની તબિયત લથળતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જેમી ડોર્નનના મિત્ર ગોર્ડન સ્માર્ટે આ માહિતી આપી છે. સ્માર્ટને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
જેમી અને તેના મિત્રની હાલત ખરાબ
ગોર્ડન સ્માર્ટે કહ્યું કે તે બંને પોર્ટુગલના એક ગોલ્ફિંગ રિસોર્ટમાં રજાઓ માણી રહ્યા હતા. જ્યારે તેને શરૂઆતમાં વિચિત્ર લાગવા માંડ્યું, ત્યારે જેમી અને ગોર્ડનને લાગ્યું કે તેણે ઘણી ડ્રિન્ક્સ લઈ લીધી છે. જોકે, પાછળથી તેને ખબર પડી કે આ બધું એક ઝેરી ઈયળના કારણે થયું છે. આ ઘટના તેના સફરના એક દિવસ પછી જ બની હતી. સ્માર્ટને ડાબા હાથમાં ઝણઝણાટીનો અનુભવ થતાં તેને લાગ્યું કે તેને હાર્ટ એટેક આવી જશે. તેથી તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેમી ડોર્નનને પણ આ જ વસ્તુનો અનુભવ થયો હતો.
ડોક્ટરે જણાવ્યું સમસ્યાનું કારણ
ડૉક્ટરોએ કહ્યું કે આ બધી તકલીફ ઝેરી ઈયળના કારણે થઈ છે. દક્ષિણ પોર્ટુગલના ગોલ્ડ કોર્સ પર કેટરપિલર છે, જેના કારણે લોકોના કૂતરા મૃત્યુ પામે છે અને 40 વર્ષની વયના લોકોને હાર્ટ એટેક આવે છે. આ ઉપરાંત, 41 વર્ષીય જેમી ડોર્નન ફિફ્ટી શેડ્સ ફિલ્મ ફ્રેન્ચાઈઝી માટે જાણીતી છે. તે છેલ્લે નેટફ્લિક્સ ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’માં જોવા મળ્યો હતો. આમાં તેની સાથે આલિયા ભટ્ટ અને ગેલ ગડોટે પણ કામ કર્યું હતું. તે ટીવી ડ્રામા સીરિઝ ‘ધ ટુરિસ્ટ’માં પણ જોવા મળે છે.
આ પણ વાંચો : રામલલાની આ મૂર્તિ પણ અયોધ્યાના રામ મંદિરમાં સ્થાપિત કરવા માટે બનાવવામાં આવી હતી