ટ્રેન્ડિંગધર્મ

મહાકાલેશ્વરમાં 6 માર્ચે થશે હોલિકાદહનઃ જાણો બાબાને લગાવાતા હર્બલ ગુલાલમાં શું છે ખાસ?

Text To Speech

દેશભરમાં ભલે હોળી કે ધૂળેટીનો તહેવાર 8 માર્ચે મનાવાઇ રહ્યો હોય, પરંતુ ઉજ્જૈન મહાકાલેશ્વરમાં 6 માર્ચે હોલિકાદહન થશે. બાબા મહાકાલના દરબારમાં એક દિવસ પહેલા એટલે કે 6 માર્ચે હોળી મનાવાશે. ગ્વાલિયર પંચાંગ અનુસાર 6 માર્ચના રોજ પ્રદોષ કાળમાં મંત્રોચ્ચાર સાથે હોલિકા દહન કરવામાં આવશે. ત્યારબાદ 7 માર્ચે સવારે ભસ્મ આરતી બાદ બાબા મહાકાલને હર્બલ ગુલાલ લગાવીને હોળીનો ઉત્સવ ઉજવાશે.

સૌથી પહેલા મહાકાલના આંગણમાં હોળી

દેશમાં સૌથી પહેલા ઉજ્જૈન સ્થિત મહાકાલ મંદિરમાં હોળીની ઉજવણી થાય છે. 7 માર્ચની સવારે ભસ્મ આરતીમાં બાબા મહાકાલને હર્બલ ગુલાલ લગાવીને પુજારી આ રંગોત્સવની શરૂઆત કરશે. વિશ્વપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ મહાકાલમાં 6 માર્ચે પ્રદોષકાળમાં હોલિકાદહન થશે. રાજાધિરાજ ભગવાન મહાકાલ 7 માર્ચે સવારે હર્બલ ગુલાલથી હોળી રમશે. ત્યારબાદ શહેરવાસી આ રંગોનો તહેવાર મનાવશે.

ત્રણ ક્વિંન્ટલ ફુલોથી બનાવાશે રંગ

હોળીના પર્વ પર બાબા મહાકાલને હર્બલ ગુલાલ લગાવવામાં આવશે. રંગપંચમીના દિવસે ખાસ પ્રકારના ટેસૂના ફુલોને લઇને પુજારી-પુરોહિત તેને તપેલામાં ઉકાળે છે. ત્યારબાદ તેમાંથી ખાસ પ્રકારનો રંગ તૈયાર કરવામાં આવે છે. જે મહાકાલને લગાવાય છે. અહીં સવારે બાબાને ગુલાલ લગાવ્યા બાદ રંગ-ગુલાલ પિચકારીથી શ્રદ્ધાળુઓ પર ઉડાડાય છે. પુજારી અને પુરોહિત પણ એકબીજાને રંગ લગાવે છે.

આ પણ વાંચોઃ હોળી પર વધશે રાહુ-કેતુનો અશુભ પ્રભાવઃ અજમાવો આ ઉપાયો તો થશે ફાયદો

Back to top button