ઉત્તર ગુજરાતએજ્યુકેશનકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

Biporjoyને લઈને ગુજરાતની આ જિલ્લાઓની શાળાઓમાં જાહેર કરાઈ રજા

Text To Speech
  • ‘બિપરજોય’ને લઈને રાજ્યમાં આ શાળાઓમાં જાહેર કરાઈ રજા
  • અમદાવાદ સહિતના જિલ્લાઓમા જાહેર કરાઈ રજા
  • વાંચો, બિપોરજોયને લઈને મહત્વના સમાચાર

અરબસાગરમાં સર્જાયેલું ચક્રવાત ‘બિપરજોય’ અંતે ગુજરાતના દરિયકાંઠે ટકરાઈ ગયું છે. હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓમાં લેન્ડફોન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, જે મધ્યરાત્રિ સુધી ચાલુ રહેશે. આ સમયે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન સાથે વરસાદ વરસશે. રાજ્યના કેટલાક જિલ્લાઓની શાળાઓમા રજા જાહેર કરાઈ છે.

rajajaher-hdnews

વાવાઝોડાના કારણે દરિયકાંઠા વિસ્તારમાં કાચા મકાનના છાપરા ઉડવા લાગ્યા છે. પવનના કારણે ધૂળની ડમરી ઉડતા વિઝિબિલીટી પણ ઘટી ગઈ છે. વાવાઝોડાની સંપૂર્ણ સ્થિતિને લઈ મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી સમીક્ષા કરી હતી.

મહત્વનું છે કે ગુજરાતભરમાં બિપોરજોયને લઈને વરસાદ ખાબક્યો છે. તેને ધ્યાને લઈને ગુજરાતના વિદ્યાર્થીઓને વાવાઝોડામાં કોઈ નુકસાન ન થાય તે માટે રાજ્યના અમદાવાદ, કચ્છ, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, બનાસકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. મહત્વનું છે કે તારીખ 16 જૂન, 2023ના રોજ આ લખેલ તમામ જિલ્લાઓમા રજા જાહેર કરાઈ છે.

આ પણ વાંચો: Breaking News : બિપરજોય વાવાઝોડા વચ્ચે ઓખાના જેટ્ટી પર કોલસાના ઢગલામાં લાગી ભીષણ આગ

 

Back to top button