ટ્રેન્ડિંગધર્મ

વ્રજમાં થઇ ગઇ હોળીની શરૂઆતઃ હવે 15 દિવસ થશે સેલિબ્રેશન

Text To Speech

હોળી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ વ્રજમાં હોળીની તૈયારીઓ ઝડપી બનતી જાય છે. વ્રજમાં હોળીનો તહેવાર એવી રીતે મનાવાય છે કે તેનો રંગ દુનિયાભરમાં છવાઇ જાય છે. દુનિયાભરમાંથી લોકો વ્રજની હોળી જોવા આવે છે. અહીં 40 દિવસ સુધી રંગોત્સવ મનાવવામાં આવે છે. તેનો શુભારંભ વસંતપંચમીથી થાય છે. વસંત પંચમીના રોજ વ્રજમાં હોળી રમવાની શરૂઆત થઇ જાય છે અને હોળી મહોત્સવનો પ્રારંભ થાય છે. વ્રજના મંદિરમાં સવારે સવારે ભગવાન કૃષ્ણને અબીલ ગુલાલ લગાવવાની પરંપરા છે. આમ તો હોળીના પ્રમુખ કાર્યક્રમોની શરૂઆત 27 ફેબ્રુઆરી સોમવારના દિવસથી થશે, પરંતુ વ્રજ ભૂમિમાં અત્યારથી જ ચારેય બાજુ હોળીની રોનક જોવા મળી રહી છે.

વ્રજમાં થઇ ગઇ હોળીની શરૂઆતઃ હવે 15 દિવસ થશે સેલિબ્રેશન hum dekhenge news

વ્રજમાં રંગોત્સવ 2023ની તૈયારીઓ શરૂ

ફુલેરા બીજ પર મથુરા-વૃંદાવનના મંદિરોમાં ફુલોથી હોળી રમવામાં આવે છે. પ્રદેશ સરકારને લઇને પણ વ્રજમાં રંગોત્સવ 2023ની તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશ વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ વ્રજ આવવાની આશા છે. આ વખતે બરસાનાની પ્રસિદ્ધ લાડુ હોળી 27 ફેબ્રુઆરીએ મનાવવામાં આવશે. આગામી દિવસે 28 ફેબ્રુઆરીએ બરસાનાની લઠમાર હોળી રમવામાં આવશે. બરસાનાની હોળી બાદ1 માર્ચના રોજ નંદગામમાં લઠમાર હોળીનું આયોજન થશે.

બરસાનામાં હોળીની અલગ ઝલક જોવા મળશે

હોળીને લઇને તમામ જગ્યાએ અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો થતા હોય છે, પરંતુ લડ્ડુ હોળી અને લઠમાર હોળી દરમિયાન બરસાના આવનારા શ્રદ્ધાળુઓ અને વિદેશી પર્યટકોને અહીં અલગ જ ઝલક જોવા મળશે. બરસાનામાં 27 ફેબ્રુઆરીથી બે દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમોનુ આયોજન થશે.

વ્રજમાં થઇ ગઇ હોળીની શરૂઆતઃ હવે 15 દિવસ થશે સેલિબ્રેશન hum dekhenge news

વૃંદાવનમાં અબીલ-ગુલાલની છોળો ઉડશે

રંગભરી એકાદશીના અવસરે 3 માર્ચના દિવસે વૃંદાવન સ્થિત બાંકે બિહારી મંદિરમાં ઠાકોરજી પોતાના ભક્તો સાથે હોળી રમશે. આ અવસરે દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને સવારથી મોડી રાત સુધી પરિક્રમાનો સિલસિલો જારી હોય છે. ઢગલાબંધ અબીલ ગુલાલ ઉડાડવામાં આવશે. મથુરામાં પણ હોળી રમાશે. ગોકુળમાં 4 માર્ચના રોજ છડી માર હોળીનું આયોજન કરાશે.

આ પણ વાંચોઃ કેલ્શિયમની કમીથી થઇ શકે છે ગંભીર બિમારીઓઃ આ રીતે રહો હેલ્ધી

Back to top button