ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ
Holi & Hair Care: હોળીના હાનિકારક રંગોથી વાળને આ રીતે બચાવો
જે રંગોના તહેવાર ધૂળેટીની આતુરતાથી રાહ જોવાતી હતી તે હવે આવી ગયો છે. આ તહેવાર સમગ્ર દેશમાં ધૂમધામથી મનાવવામાં આવે છે. આ વર્ષે ધૂળેટીનો તહેવાર 8 માર્ચે મનાવવામાં આવશે. આપણે હર્ષોલ્લાસથી આ તહેવાર તો મનાવીએ છીએ, પરંતુ તેના જોશ અને ઉજવણીની વચ્ચે આપણી સ્કીન અને વાળને ખાસ્સુ એવુ નુકશાન સહન કરવુ પડે છે. જો હોળીના તહેવાર પર તમે વાળની સુરક્ષાને લઇને ચિંતામાં હો તો કેટલીક ટિપ્સ ફોલો કરો અને તમારા વાળને કલર્સ આડઅસરોથી બચાવો.
હેર કેર માટે ફોલો કરો આ ટિપ્સ
- જો તમે હોળીના રંગોથી વાળને બચાવવા ઇચ્છો છો તો હોળી રમવાનું શરૂ કરવાના થોડા કલાક પહેલા વાળમાં સારી રીતે તેલ લગાવી દો. વાળમાં લાગેલું આ તેલ એક લેયરની જેમ કામ કરશે. તે રંગોને તમારા વાળ પર ચઢવા નહીં દે. આ સાથે તમારા વાળ સુરક્ષિત રહેશે અને હોળી રમ્યા બાદ હેર વોશ કરશો ત્યારે સરળતાથી કલર નીકળી પણ જશે.
- વાળની સુરક્ષા માટે હોળી રમવાના એક કલાક પહેલા દિવેલમાં એક ચમચી લીંબુ મિક્સ કરીને વાળના મુળમાં સારી રીતે લગાવો. આ સાથે વાળનો સારી રીતે કવર પણ કરો. તેલવાળા આ મિશ્રણને વાળમાં લગાવવાથી રંગ વાળમાં ચિપકશે નહીં.
- જો તમે હોળી રમવા જઇ રહ્યા હોય તો કલર્સના સંપર્કમાં આવતા પહેલા વાળને સારી રીતે બાંધી લો. હોળી રમતી વખતે ખુલ્લા વાળ ન રાખો. પોનીટેલ કે ચોટી બાંધી લો, જેથી હાનિકારક રંગો તમારા વાળની અંદર ન પહોંચે. તમારા વાળ સુરક્ષિત રહે.
- જો તમે વાળને કેમિકલયુક્ત રંગોથી બચાવવા ઇચ્છતા હો તો બહેતર એ રહેશે કે હોળી રમતા પહેલા તમારા વાળને કપડા કે સ્કાર્ફ વડે ઢાંકી લો. આમ કરવાથી તમે સ્ટાઇલિશ પણ લાગશો અને કેમિકલયુક્ત કલર્સ તમારા વાળને નુકશાન પણ નહીં પહોંચાડે.
- હોળીના રંગોથી બચવા માટે કંડીશનર અને સિરમનો ઉપયોગ કરો. આ માટે હોળી રમવાના એક દિવસ પહેલા વાળમાં હેર કન્ડીશનર અને સિરમ જરૂર લગાવો. આમ કરવાથી વાળમાં એક સેફ્ટી લેયર બની જશે. જેના કારણે હાનિકારક કલર્સ વાળને નુકશાન નહીં પહોંચાડી શકે.
આ પણ વાંચોઃ હોળીના દિવસે ઘરમાં દેખાય આ એક વસ્તુ, તો સમજજો તમે બનવાના છો ધનવાન અને સફળ