ગુજરાત-રાજસ્થાન અને મધ્યપ્રદેશના લોકોને હોળીની ભેટ આપતા રેલવે દ્વારા શનિવારથી અમદાવાદના અસારવા સ્ટેશનથી ઉદયપુર થઈ જયપુર, કોટા અને ઈન્દોર માટે 3 નવી ટ્રેનો શરૂ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : ડીલક્સ એસી રૂમ, 5 સ્ટાર ફૂડ, રેલ્વેની વિશેષ ટ્રેનમાં ગુજરાતનો ઐતિહાસિક વારસો જોવાની તક, જાણો ભાડુ
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 12982 અસારવા-જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ 4 માર્ચ શનિવારથી રોજ સાંજે 6.45 કલાકે અસારવા, અમદાવાદથી ઉપડશે. આ ટ્રેન હિંમતનગરથી રાત્રે 8.20 કલાકે, ડુંગરપુર 9.50 કલાકે, ઉદયપુર 11.55 કલાકે, ભીલવાડા 3 કલાકે, અજમેર સવારે 5.15 કલાકે ઉપડશે અને સવારે 7.45 કલાકે જયપુર પહોંચશે. 12981 જયપુર – અસારવા સુપરફાસ્ટ એક્સપ્રેસ દરરોજ સાંજે 7.35 કલાકે જયપુરથી ઉપડશે. તે રાત્રે 9.40 વાગ્યે અજમેરથી ઉપડશે, 11.35 વાગ્યે ભીલવાડા, 3.25 વાગ્યે ઉદયપુર, સવારે 5 વાગ્યે ડુંગરપુર, સવારે 6.57 વાગ્યે હિંમતનગર અને સવારે 8.50 વાગ્યે અસારવા પહોંચશે.ટ્રેન નંબર 19821 અસારવા-કોટા એક્સપ્રેસ દર બુધવાર અને શનિવારે અસારવાથી 4 માર્ચથી સવારે 09:00 કલાકે ઉપડશે. તે સવારે 10.47 વાગ્યે હિંમતનગરથી ઉપડશે, 12.20 વાગ્યે ડુંગરપુર, બપોરે 3.40 વાગ્યે ઉદયપુર, 5.55 વાગ્યે ચંદેરિયા, 7.40 વાગ્યે બુંદી અને 8.40 વાગ્યે કોટા પહોંચશે. 19822 કોટા-અસારવા દર મંગળવાર અને શુક્રવારે સાંજે 6.45 કલાકે કોટાથી ઉપડશે. તે સાંજે 7.18 વાગ્યે બુંદી, 9.15 વાગ્યે ચંદેરિયા, મધ્યરાત્રે 12.20 વાગ્યે ઉદયપુર, 2.10 વાગ્યે ડુંગરપુર, સવારે 4.07 વાગ્યે હિંમતનગરથી ઉપડશે.ટ્રેન નંબર 19330 અસારવા-ઈન્દોર એક્સપ્રેસ 4 માર્ચ શનિવારથી દરરોજ બપોરે 2.15 કલાકે અસારવાથી ઉપડશે. તે હિંમતનગરથી સાંજે 4 કલાકે, ડુંગરપુર સાંજે 5.25 કલાકે, ઉદેપુરથી 8.35 કલાકે ઉપડશે. તે ચિત્તોડગઢથી રાત્રે 10.50 વાગ્યે, રતલામથી 3.10 વાગ્યે, ઉજ્જૈનથી સવારે 5 વાગ્યે ઉપડશે અને સવારે 7 વાગ્યે ઈન્દોર પહોંચશે. 19329 ઈન્દોર – અસારવા એક્સપ્રેસ દરરોજ સાંજે 5.40 કલાકે ઈન્દોરથી ઉપડશે. આ ટ્રેન ઉજ્જૈનથી સાંજે 7.20 વાગ્યે, રતલામથી 9.45 વાગ્યે, ચિત્તોડગઢથી 1.50 વાગ્યે, ઉદયપુરથી સવારે 5 વાગ્યે, ડુંગરપુરથી સવારે 7.15 વાગ્યે, હિંમતનગરથી સવારે 9 વાગ્યે ઉપડશે અને સવારે 10.55 વાગ્યે અસારવા પહોંચશે.