હોળી 2024: હોળાષ્ટક ક્યારથી શરૂ? કેમ આ 8 દિવસ અશુભ મનાય છે?
- કેલેન્ડર મુજબ આ વખતે હોળીનો તહેવાર 24 અને 25 માર્ચે ઉજવવામાં આવશે. આ વખતે હોળીકા દહન રવિવાર 24 માર્ચે કરવામાં આવશે. જ્યારે 25 માર્ચે ધૂળેટીની ઉજવણી કરવામાં આવશે. 16મીમાર્ચે હોળાષ્ટકનો પ્રારંભ થશે.
અમદાવાદ, 12 માર્ચઃ હોળાષ્ટક હોળીના આઠ દિવસ પહેલા લાગી જાય છે. હોળાષ્ટક દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી. હોળાષ્ટક ફાગણ મહિનાની સાતમ કે આઠમથી શરૂ થાય છે. જાણો 2024માં હોળાષ્ટક ક્યારથી શરૂ થશે અને તેને કેમ માનવામાં આવે છે અશુભ?
હોળાષ્ટક ક્યારે શરૂ થાય છે?
કેલેન્ડર મુજબ આ વખતે હોળીનો તહેવાર 24 અને 25 માર્ચે ઉજવવામાં આવશે. આ વખતે હોળીકા દહન રવિવાર 24 માર્ચે કરવામાં આવશે. જ્યારે 25 માર્ચે ધૂળેટીની ઉજવણી કરવામાં આવશે. 16મીમાર્ચે હોળાષ્ટકનો પ્રારંભ થશે. કારણ કે, હોળાષ્ટક હોળીના આઠ દિવસ પહેલા શરૂ થાય છે અને હોળાષ્ટક 24મી માર્ચે સમાપ્ત થશે.
હોળાષ્ટક દરમિયાન શુભ કાર્યો કેમ બંધ થાય છે?
માન્યતા અનુસાર હોળાષ્ટક દરમિયાન આઠ ગ્રહો ક્રોધિત સ્થિતિમાં રહે છે. આઠમે ચંદ્ર, નોમે સૂર્ય, દસમે શનિ, એકાદશીએ શુક્ર, બારસે ગુરુ, તેરસે બુધ, ચૌદશે મંગળ અને પૂર્ણિમા પર રાહુ. એટલા માટે હોળાષ્ટક દરમિયાન શુભ અને માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. કારણ કે, આ ગ્રહોનો અશુભ પ્રભાવ શુભ કાર્યોને અસર કરે છે. ગ્રહોના આવા પ્રભાવને કારણે વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે.
હોલાષ્ટક દરમિયાન કરો આ પૂજન
એવું માનવામાં આવે છે કે હોળાષ્ટક દરમિયાન ભગવાન વિષ્ણુ, હનુમાનજી અને ભગવાન નરસિંહની પૂજા કરવામાં આવે છે. આ સિવાય આ આઠ દિવસ સુધી મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો પણ શુભ સાબિત થાય છે. આ સાથે ગ્રહોનો અશુભ પ્રભાવ પણ અમુક અંશે ઓછો થઈ જાય છે.
આ પણ વાંચોઃ હોળી પર રંગોથી રમતા પહેલા સ્કીન પર લગાવી લેજો આ વસ્તુઓ