ગુજરાતટ્રેન્ડિંગધર્મનેશનલયુટિલીટીવિશેષ

હોળી 2024: આ સ્થળો પર ઉજવો હોળીનો તહેવાર, તેની ક્ષણો બની જશે યાદગાર

હોળી 2024, 20 માર્ચ : ફાગણ મહિનો શરૂ થઈ ગયો છે અને બધા હોળીની રાહ જોઈ રહ્યા છે. રંગોનો તહેવાર હોળી હિન્દુ ધર્મના સૌથી મોટા અને મહત્ત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે. તે દેશભરમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. હોળીનો તહેવાર દર વર્ષે ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે રંગોનો તહેવાર 25 માર્ચે ઉજવવામાં આવશે. દરેક લોકો આ તહેવારની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે, બાળકોને આ તહેવાર સૌથી વધુ પ્રિય છે. આ દિવસે તેઓ સવારે વહેલા ઉઠે છે અને હોળી રમવાની તૈયારી કરવા લાગે છે. જો તમે આ વખતે હોળીના તહેવારને યાદગાર રીતે ઉજવવા માંગો છો, તો તમે દેશના આ શહેરોમાં જઈ શકો છો, જે તેમની શાનદાર હોળી માટે પ્રખ્યાત છે. આવો, જાણીએ આવા પ્રખ્યાત શહેરો વિશે જ્યાં શ્રેષ્ઠ હોળી રમાય છે.

વૃંદાવન

ભગવાન કૃષ્ણની નગરી તેની ખાસ હોળી માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. રંગોના તહેવારની ઉજવણી માટે વૃંદાવન એક ઉત્તમ સ્થળ છે. આ શહેર તેના “ફૂલોની હોળી” માટે જાણીતું છે અને તેની મુખ્ય ઉજવણી બાંકે બિહારી મંદિરમાં થાય છે. તેમજ, વૃંદાવનમાં અનેક પ્રકારની હોળી રમવામાં આવે છે.

મથુરા

શ્રી કૃષ્ણનું જન્મસ્થળ પણ તેના હોળીના તહેવાર માટે ખૂબ પ્રખ્યાત છે. અહીં બાળકો ભગવાન કૃષ્ણ અને રાધાનો વેશ ધારણ કરે છે અને દ્વારકાધીશ મંદિરમાં ગુલાલથી હોળી ઉજવે છે. હોળીની ઉજવણી કરવા માટે મથુરા ભારતના શ્રેષ્ઠ સ્થળોમાંનું એક છે. દેશ ઉપરાંત વિદેશમાંથી પણ લોકો અહીં હોળી ઉજવવા માટે આવે છે.

ઉદયપુર

જો તમે તમારી હોળીને યાદગાર બનાવવા માંગો છો, તો તમે તળાવોના શહેર ઉદયપુર પણ જઈ શકો છો. હોળીના દિવસે શહેર અને તેની શેરીઓ રંગોમાં રંગાઈ જાય છે, જે આ તહેવારની ઉજવણીમાં વધુ વધારો કરે છે. ઉદયપુર ગુજરાતથી દૂર નથી, તમે બજેટમાં ઉદયપુર જઈ શકો છો અને તમારી હોળીને શ્રેષ્ઠ બનાવી શકો છો.

બરસાના

રાધા રાણીનું શહેર પણ ત્યાંની હોળી માટે ખૂબ પ્રખ્યાત છે. આ શહેર તેની પ્રસિદ્ધ લઠ્ઠમાર હોળી માટે જાણીતું છે, જ્યાં મહિલાઓ હોળી પર પુરુષોને લાકડીઓથી ફટકારે છે.

પુષ્કર

પ્રાચીન શહેર પુષ્કર હોળી માટે શ્રેષ્ઠ સ્થળ છે. આ શહેર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષે છે અને હોળી સહિતના ઘણા લોકપ્રિય તહેવારોનું આયોજન કરે છે, જ્યાં લોકો રંગોમાં ભીંજાઈને બહાર આવે છે. તેમજ દિવસભર ગીતો પર ડાન્સ કરે છે.

આ પણ વાંચો : હોળી 2024: કેવી રીતે શરૂ થઈ લઠ્ઠમાર હોળીની પરંપરા, જાણો શું છે તેની વિશેષતા

Back to top button