ટ્રેન્ડિંગધર્મ

હોળાષ્ટક 2023: જાણો ક્યારે થશે શરૂ, શું રાખવુ પડશે ધ્યાન?

Text To Speech

હોળીના આઠ દિવસ પહેલા શરૂ થનારા હોળાષ્ટકની શરૂઆત 26 ફેબ્રુઆરી અને મંગળવારે રાતે 12.59 વાગ્યાથી થશે જ્યારે 7 માર્ચ સાંજે 6.11 વાગ્યા સુધી ચાલશે. આ વખતે બે એકાદશી હોવાના કારણે હોલાષ્ટક આઠના બદલે નવ દિવસ હશે. એકાદશીની વૃદ્ધિ તિથિના કારણે આ સંયોગ બન્યો છે. હોળાષ્ટક સાત માર્ચે સમાપ્ત થશે.

આ સમયગાળામાં તમામ માંગલિક કાર્ય વર્જિત રહેશે. આ સમયગાળામાં ભગવાન વિષ્ણુની આરાધના કરવાનું વિશેષ ફળદાયી રહેશે. હોળિકા દહન બાદ ફરી વખત શુભ કાર્યોના મુહુર્ત શરૂ થઇ જાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં એવુ માનવામાં આવે છે કે હોળાષ્ટકના સમયગાળામાં ગ્રહોનો સ્વભાવ ઉગ્ર બની જાય છે. જે કારણે તેના દુષ્પ્રભાવનો ખતરો વધી જાય છે.

હોળાષ્ટક 2023: જાણો ક્યારે થશે શરૂ, શું રાખવુ પડશે ધ્યાન? hum dekhenge news

હોળાષ્ટકનું શું છે મહત્ત્વ

હોળાષ્ટકના દિવસોમાં કોઇ પણ શુભ કાર્ય કરવામાં આવતુ નથી. એવું કહેવામાં આવે છે કે હોળાષ્ટકના 8 દિવસોને અશુભ માનવામાં આવે છે. આ દરમિયાન કોઇ પણ વિવાહ, સગાઇ, ગૃહ પ્રવેશ, નવા ઘરની ખરીદી, વાહનની ખરીદી, ભુમિ પુજન, નવા વ્યવસાયની ખરીદી વગેરે શુભ કાર્ય કરવામાં આવતા નથી. હોળાષ્ટકમાં કોઇ પણ શુભ કાર્ય કરવામાં આવતા નથી.

હોળાષ્ટક 2023: જાણો ક્યારે થશે શરૂ, શું રાખવુ પડશે ધ્યાન? hum dekhenge news

હોળી પ્રગટાવવાનું વૈજ્ઞાનિક કારણ

હોળાષ્ટકના સમયગાળામાં હવામાન સાથે અન્ય પરિવર્તન પણ થાય છે. વાતાવરણમાં હાનિકારક બેક્ટેરિયા અને વાઇરસ સક્રિય થઇ જાય છે. તાપમાનમાં વૃદ્ધિથી આ વાતાવરણમાં સુર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો પણ વિપરીત અસર કરે છે. હોળીકા દહન દરમિયાન નીકળનારી અગ્નિ શરીરની સાથે સાથે આસપાસના બેક્ટેરિયા અને નકારાત્મક ઉર્જાને ખતમ કરી દે છે અને હોળીકા દહન બાદ વાતાવરણ પણ શુદ્ધ બને છે. ત્યારબાદ શુભ કાર્યો થઇ શકે છે.

આ પણ વાંચોઃ મુશ્કેલીગ્રસ્ત વિશ્વમાં ભારત બની રહ્યું છે ભવિષ્યની આશા, બિલ ગેટ્સે ભારતના કર્યા વખાણ

Back to top button